Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જે માછલીને ગુજરાતની ઑફિશ્યલ ફિશ જાહેર કરવામાં આવી એની કિંમત સાંભળશો તો દંગ રહી જશો

જે માછલીને ગુજરાતની ઑફિશ્યલ ફિશ જાહેર કરવામાં આવી એની કિંમત સાંભળશો તો દંગ રહી જશો

Published : 23 November, 2023 08:05 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહેવાય છે કે ચોક્કસ ઉંમરની અને પુખ્ત બાંધો ધરાવતી એક ફિશની કિંમત પાંચ લાખ રૂપિયાથી શરૂ થાય છે

ઘોલ ફિશ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં મળી આવે છે

What`s-up!

ઘોલ ફિશ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં મળી આવે છે


અમદાવાદમાં યોજાયેલી ગ્લોબલ ફિશરીઝ કૉન્ફરન્સ ૨૦૨૩માં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘોલ ફિશને ગુજરાતની રાજ્ય ફિશ જાહેર કરી હતી. આ ઇવેન્ટમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

ઘોલ ફિશ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં મળી આવે છે અને ભારતમાં ઉપલબ્ધ એવી લાંબામાં લાંબી ફિશમાં એનો સમાવેશ થાય છે. ગોલ્ડ ફિશનો રંગ સોનેરી બદામી હોય છે. ઘોલ ફિશ બહુ જ કીમતી ગણાય છે અને એના મીટ તથા ઍર બ્લેડરના કારણે એની માગ બહુ વધુ હોય છે. ઘોલ ફિશનો ઉપયોગ બિયર અને વાઇન બનાવવા માટે થાય છે અને ઍર બ્લેડરનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સમાં થાય છે. ઘોલ ફિશની લંબાઈ દોઢ મીટર જેટલી હોય છે અને લંબાઈ જેટલી વધુ એટલી એની કિંમત વધુ હોય છે. આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે અગાઉ અન્ય રાજ્યોએ પણ પોતપોતાના રાજ્યની વિશેષ ફિશનાં નામ જાહેર કર્યાં હતાં. કહેવાય છે કે ચોક્કસ ઉંમરની અને પુખ્ત બાંધો ધરાવતી એક ફિશની કિંમત પાંચ લાખ રૂપિયાથી શરૂ થાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2023 08:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK