Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જનરેશન આલ્ફાના છોકરાઓને AI ગર્લફ્રેન્ડ બનાવવી ગમે છે

જનરેશન આલ્ફાના છોકરાઓને AI ગર્લફ્રેન્ડ બનાવવી ગમે છે

Published : 27 April, 2026 02:50 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પેઢીના ૨૦ ટકા છોકરાઓ AIને ડેટ કરી રહ્યા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આજકાલની ટીનેજ જનરેશનના રોમૅન્સની સ્ટાઇલમાં પણ ટ્વિસ્ટ છે. જનરેશન આલ્ફા તરીકે ઓળખાતી આ પેઢી અસલી છોકરીઓને ડેટ કરવાને બદલે AI ચૅટબૉટ્સને જ પોતાની ગર્લફ્રેન્ડ બનાવી રહી છે. યુનાઇટેડ કિંગડમની સંસ્થાએ કરેલા અભ્યાસમાં ૧૨થી ૧૬ વર્ષની ઉંમરના ટીનેજર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પેઢીના ૨૦ ટકા છોકરાઓ AIને ડેટ કરી રહ્યા છે. ૮૫ ટકા ટીનેજર છોકરાઓએ પણ ક્યારેક ને ક્યારેક ચૅટબૉટ સાથે અંગત વાત કરી છે અને પચીસ ટકાથી વધુ ટીનેજરોને અસલી છોકરીઓ કરતાં AI સાથે વાતચીત કરવાનું વધુ ગમે છે. તેમનું કહેવું છે કે AI સાથેની રિલેશનશિપ આસાન રહે છે કેમ કે એ આપણા કન્ટ્રોલમાં રહે છે. ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ છે કે ૩૬ ટકા લોકો પોતાના પરિવાર અને દોસ્તોથી વધુ AI ચૅટબૉટ્સને પસંદ કરવા લાગ્યા છે. આની પાછળનું કારણ એ છે કે AI ચૅટબૉટ કદી ઝઘડો નથી કરતું, તરત રિપ્લાય આપે છે અને હંમેશાં અવેલેબલ રહે છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 02:50 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK