Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન આજે પણ સ્ટેશન પર ઊભા રહીને વહેંચે છે પત્રિકાઓ, ૪૦ વર્ષથી અકબંધ છે નિયમ

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન આજે પણ સ્ટેશન પર ઊભા રહીને વહેંચે છે પત્રિકાઓ, ૪૦ વર્ષથી અકબંધ છે નિયમ

Published : 21 September, 2026 04:49 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન યોશિહિકો નોડા આજે પણ રેલવે-સ્ટેશન પર ઊભા રહીને પૉલિટિકલ ન્યૂઝલેટર વહેંચે છે. તેમણે ૧૯૮૬માં શરૂ કરેલી આ પરંપરા વડા પ્રધાન બન્યા બાદ પણ ચાલુ રાખી અને ચાર દાયકા સુધી જાળવી છે.

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન યોશિહિકો નોડા

જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન યોશિહિકો નોડા


મોટા ભાગના લોકો સફળતાના શિખરે પહોંચી જાય ત્યારે પોતાના સંબંધો, સંઘર્ષના દિવસો અને શરૂઆતનાં નાનાં કામો પાછળ છોડી દેતા હોય છે. જોકે જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન યોશિહિકો નોડા આ બાબતમાં સાવ અલગ માટીના સાબિત થયા છે. દેશના વડા પ્રધાનપદે રહી ચૂક્યા હોવા છતાં તેઓ આજે પણ સામાન્ય કાર્યકરની જેમ રેલવે-સ્ટેશન પર ઊભા રહીને લોકો વચ્ચે પૅમ્ફ્લેટ વહેંચતા નજરે પડે છે.
તાજેતરમાં જ ચિબા નામના શહેરના મિનામી-ફુનાબાશી રેલવે-સ્ટેશનના ટિકિટ-ગેટની બહાર સવારે રોજિંદા પ્રવાસીઓએ દેશના આ ભૂતપૂર્વ વડા પ્રધાનને પૉલિટિકલ ન્યુઝલેટર વહેંચતા જોયા ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
યોશિહિકો નોડાએ પોતાની રાજકીય કરીઅરની શરૂઆતના સમયથી આ રૂટીન અપનાવ્યું હતું, જેને તેમણે આજે ૪ દાયકા પછી પણ છોડ્યું નથી. સ્ટેશન પર વહેંચાતી આ પત્રિકા કોઈ ચૂંટણીપ્રચાર નહોતો પરંતુ ડિઝૅસ્ટર ઇન્શ્યૉરન્સ, ચાઇલ્ડ સપોર્ટ અને સ્થાનિક સુધારાઓ વિશે જાગૃતિ ફેલાવતી સમાચાર-પત્રિકાઓ હતી. 
યોશિહિકો નોડાએ ૧૯૮૬માં સૌપ્રથમ વાર સ્ટેશનનાં પગથિયાં પર ઊભા રહીને પત્રિકાઓ વહેંચવાનું શરૂ કર્યું હતું. તેઓ ૧૯૮૭માં વિધાનસભાના સભ્ય અને ૧૯૯૩માં સંસદસભ્ય બન્યા હોવા છતાં આ ક્રમ ચાલુ રાખ્યો હતો.
સામાન્ય પરિવારમાંથી આવતા યોશિહિકો નોડા સપ્ટેમ્બર ૨૦૧૧થી ૨૦૧૨ સુધી જપાનના વડા પ્રધાન રહ્યા હતા. તેમણે ધરતીકંપ, સુનામી અને ફુકુશિમા પરમાણુ દુર્ઘટના જેવા અત્યંત કઠિન સંજોગોમાં દેશનું નેતૃત્વ કર્યું હતું અને નાણાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. જપાનના રાજકારણમાં પત્રિકાઓ વહેંચવી સામાન્ય બાબત ગણાય છે, પરંતુ વડા પ્રધાન બન્યા પછી પણ ૪૦ વર્ષ સુધી સતત આ કામ ચાલુ રાખવું એ વ્યક્તિગત શિસ્ત અને જનતા સાથેના અતૂટ જોડાણનું ઉદાહરણ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 04:49 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK