બિહારની રાજધાની પટનામાં અટલ પથ પર પૂરવેગે દોડી રહેલી એક ઍમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી ગઈ હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બિહારની રાજધાની પટનામાં અટલ પથ પર પૂરવેગે દોડી રહેલી એક ઍમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી ગઈ હતી. શનિવારે સાંજના સમયે આ ઘટના ઘટી હતી. જ્યારે ચાલતી ઍમ્બ્યુલન્સમાં આગની જવાળાઓ જોવા મળી ત્યારે રોડ પરથી જનારાં વાહનો થંભી ગયાં હતાં. તરત ઍમ્બ્યુલન્સચાલકને એની જાણ થતાં એ રોકાઈ ગઈ હતી. દરદી પણ સમયસૂચકતા વાપરીને ચાલતી ઍમ્બ્યુલન્સનો દરવાજો ખોલીને કૂદી પડ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. એ પછી તરત આગ બુઝાવવા માટે અટલ પથ પર ફાયર-બ્રિગેડ આવી પહોંચી હતી. આ ઘટનામાં જાનનું નુકસાન થયું નહોતું.


