એકસાથે સેંકડો એકર જમીનમાં ટ્રૅક્ટર દ્વારા આધુનિક ખેડાણ થતું જોવાની મજા જ કંઈ ઑર છે.
ખેતર ખેડાઈ રહ્યું છે
ખેતી એ દરેક દેશની ઇકૉનૉમીને ધમધમતી રાખવાની ક્ષમતા ધરાવતું ક્ષેત્ર છે. જોકે ખેતીમાં આધુનિક સાધનો દ્વારા ઝડપી ખેડાણનું કામ થાય એ માટે આએદિન નવાં-નવાં સંશોધનો થાય છે. રશિયાના મુનીરો શહેરમાં પણ આ માટે છેલ્લાં બાર વર્ષથી રશિયન ઍગ્રિકલ્ચરલ ફેસ્ટિવલ યોજાય છે જેમાં ટ્રૅક્ટર-ડ્રાઇવરો વચ્ચે ઝડપથી અને સુઘડતાથી ખેતર ખેડવાની સ્પર્ધા થાય છે. ટ્રૅક્ટર-ડ્રાઇવરોને ચોક્કસ જમીનનો ટુકડો આપવામાં આવે છે જેને તેમણે ખેડવાનો હોય છે. એકસાથે સેંકડો એકર જમીનમાં ટ્રૅક્ટર દ્વારા આધુનિક ખેડાણ થતું જોવાની મજા જ કંઈ ઑર છે.


