Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓડિશાના સિમલીપાલમાં કાળો વાઘ જોવા મળ્યો

ઓડિશાના સિમલીપાલમાં કાળો વાઘ જોવા મળ્યો

Published : 25 December, 2023 10:26 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનેટ પર પણ આ કાળા રંગના વાઘનો ફોટો અને વિડિયો વાઇરલ થઈ રહ્યા છે.

‘મેલનિસ્ટિક’ વાઘ

Offbeat

‘મેલનિસ્ટિક’ વાઘ


ઓડિશાના સિમલીપાલમાં રહસ્યમયી વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનો ફોટો ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ કાસવાને શૅર કર્યો છે. ઇન્ટરનેટ પર પણ આ કાળા રંગના વાઘનો ફોટો અને વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. લોકો એને કાળો વાઘ કહી રહ્યા છે. તેનું શરીર કાળા રંગનું છે. આ પ્રકારના વિશિષ્ટ વાઘ સિમલીપાલમાં જોવા મળે છે. જિનેટિક મ્યુટેશનને કારણે આ પ્રકાર જોવા મળે છે અને એ દુર્લભ વાઘ છે. સિમલીપાલમાં ૧૯૯૩માં સૌપ્રથમ વખત આ પ્રકારના કાળા વાઘ વિશે જાણવા મળ્યું હતું. સમયની સાથે-સાથે વધારે વાઘ વિશે પણ જાણવા મળ્યું. ભારતમાં કુલ ૧૦ કાળા વાઘ છે. આ તમામ વાઘ ઓડિશાના સિમલીપાલમાં જોવા મળ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યું કે ‘મેલનિસ્ટિક’ વાઘ માત્ર ઓડિશાના સિમલીપાલ ટાઇગર રિઝર્વમાં જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2023 10:26 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK