Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભવ્ય હોટેલમાં બધું જ સોનાનું છે, શૌચાલય પણ

આ ભવ્ય હોટેલમાં બધું જ સોનાનું છે, શૌચાલય પણ

19 November, 2022 12:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર વિયેટનામમાં હેનોઈ શહેરમાં વિન્ડહૅમ હેનોઇ ગોલ્ડન લેક હોટેલ ડૉલ્સમાં તમે તમારી જાતને રૉયલ્ટી જેવો અનુભવ કરાવી શકશો, કેમ કે આ હોટેલમાં બધું જ સોનાનું છે અને તમે ત્યાં રહેવા માટે બુકિંગ પણ કરાવી શકો છો. 

આ ભવ્ય હોટેલમાં બધું જ સોનાનું છે

Offbeat News

આ ભવ્ય હોટેલમાં બધું જ સોનાનું છે


સોનાનો કાચ, સોનાની છત, સોને મઢ્યાં બાર અને બાથટબ, સોનાની દીવાલ પર  સોનાના લૅમ્પ તો ઠીક, શૌચાલય પણ સોનાનું. આ બધું સાંભળીને કોઈ રાજાના મહેલની વાત થઈ રહી હોય એમ લાગે, પણ વાસ્તવમાં ઉત્તર વિયેટનામમાં હેનોઈ શહેરમાં વિન્ડહૅમ હેનોઇ ગોલ્ડન લેક હોટેલ ડૉલ્સમાં તમે તમારી જાતને રૉયલ્ટી જેવો અનુભવ કરાવી શકશો, કેમ કે આ હોટેલમાં બધું જ સોનાનું છે અને તમે ત્યાં રહેવા માટે બુકિંગ પણ કરાવી શકો છો. 


આ ફાઇવસ્ટાર રિસૉર્ટમાંથી આઉટડોર ઇન્ફિનિટી પૂલ સુધી જવાય છે, જ્યાંથી તમે આખું શહેર જોઈ શકો છો. આ ઉપરાંત રિસૉર્ટમાં રેસ્ટોરાં, ફિટનેસ સેન્ટર, બાર, લૉન્જ અને બિઝનેસ સેન્ટર પણ છે. હોટેલની સુવિધાઓમાં ૨૪ કલાક ખુલ્લી રહેતી ડેસ્ક, કરન્સી એક્સચેન્જ અને રૂમસર્વિસનો પણ સમાવેશ છે. 
હોટેલરૂમમાં ગોલ્ડન ક્લો-ફિટ બાથટબ, સોનાની સિન્ક, ટૉઇલેટ, તેમ જ મિરર છે. હૉટ ટબ અને સન લાઉન્જર્સ પણ સોનાનાં છે. હોટેલની મુલાકાત લેનારાઓ એની  સિર્વિસનાં વખાણ કરતાં ધરાતા નથી. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2022 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK