Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૨,૦૦૦ કિલો ચૉકલેટ ભરેલી ટ્રક ચોરાઈ ગઈ

૧૨,૦૦૦ કિલો ચૉકલેટ ભરેલી ટ્રક ચોરાઈ ગઈ

Published : 31 March, 2026 12:21 PM | IST | Europe
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈસ્ટર પર્વમાં ચૉકલેટની ખૂબ ડિમાન્ડ રહે છે. જોકે આ ટ્રક રસ્તામાંથી જ ગાયબ થઈ ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


યુરોપમાં ઈસ્ટર પર્વની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હજારો કિલો ચૉકલેટની આખી ટ્રક ચોરાઈ જતાં હાહાકાર મચી ગયો છે. આ ચૉકલેટ ઇટલીથી પોલૅન્ડ જઈ રહી હતી. એમાં ૪ લાખથી વધુ ચૉકલેટ બાર હતા. ઈસ્ટર પર્વમાં ચૉકલેટની ખૂબ ડિમાન્ડ રહે છે. જોકે આ ટ્રક રસ્તામાંથી જ ગાયબ થઈ ગઈ હતી. ન તો એમાંની ચૉકલેટ ક્યાં ગઈ એની ખબર પડી કે ન એ ટ્રકનું શું થયું એની ખબર પડી. તહેવારોની સીઝનમાં આટલી મોટી માત્રામાં ચૉકલેટ ગાયબ થઈ જતાં પોલૅન્ડમાં એની અછત સર્જાઈ છે. જોકે આ ચૉકલેટ ક્યાંય પણ રૅપર સાથે વેચાવા નીકળશે તો એ પકડાઈ જશે. કંપનીનું કહેવું છે કે દરેક ચૉકલેટનાં રૅપર પર યુનિક બૅચ કોડ હોય છે. કંપનીએ ચોરાયેલી ચૉકલેટનો બૅચ કોડ જાહેર કરી દીધો છે. જો આ ચૉકલેટ કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં વેચાવા આવશે તો ચોરનાર પકડાઈ જશે. 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 12:21 PM IST | Europe | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK