અસલમાં આ દાદી નહીં પણ રોબો આન્ટી છે જે પહેલાંની જેમ જ ધીમે-ધીમે પોષક તત્ત્વો જાળવીને અનાજ દળે છે.
આ છે એ રોબો દાદી
જીવનમાં જે પણ મહેનત પડે એવાં કામો છે એને સરળ બનાવવા માટે મશીનો આવી ગયાં છે. જોકે દરેક જગ્યાએ મશીનો ઘૂસી ગયાં હોવાથી આપણને ક્વૉલિટી પ્રોડક્ટ મળવામાં મુશ્કેલી પડવા લાગી છે. જેમ કે અનાજ દળવાની ઘંટી. પહેલાં ઘંટી પર મહિલાઓ અનાજ ધીમે-ધીમે પીસતી અને એ લોટમાં પોષક તત્ત્વો જળવાઈ રહેતાં. હવે ચુટકી બજાવતાં જ ઘંટીમાં અનાજ દળાઈ જાય છે. જોકે હવે લોકો ફરીથી બૅક ટુ બેસિક્સનું મહત્ત્વ સમજવા લાગ્યા છે એને કારણે ઘંટીમાં અનાજ દળવાનું ફરી શરૂ થયું છે. અલબત્ત, મહેનત ન પડે એ માટે હવે અનાજ દળવા માટે રોબો આવી ગયા છે. સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક દાદી ચક્કી પીસતાં હોય એવું દેખાય છે. અસલમાં આ દાદી નહીં પણ રોબો આન્ટી છે જે પહેલાંની જેમ જ ધીમે-ધીમે પોષક તત્ત્વો જાળવીને અનાજ દળે છે.
