ઇજિપ્તનના રૅસલર અને સ્ટ્રૉન્ગમૅનના હુલામણા નામે ઓળખાતા અશરફ કાબોન્ગાએ ગયા અઠવાડિયે પોતાના દાંત કેટલા મજબૂત છે એનો પરચો આપતો રેકૉર્ડ બનાવ્યો હતો. તેણે ૨૭૯ ટન વજન ધરાવતી ટ્રેનને જસ્ટ તેના દાંતની મદદથી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.
અશરફ કાબોન્ગા
ઇજિપ્તનના રૅસલર અને સ્ટ્રૉન્ગમૅનના હુલામણા નામે ઓળખાતા અશરફ કાબોન્ગાએ ગયા અઠવાડિયે પોતાના દાંત કેટલા મજબૂત છે એનો પરચો આપતો રેકૉર્ડ બનાવ્યો હતો. તેણે ૨૭૯ ટન વજન ધરાવતી ટ્રેનને જસ્ટ તેના દાંતની મદદથી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. કેરો શહેરના રામસેસ સ્ટેશન પર ગયા ગુરુવારે આ સ્ટન્ટ થયો હતો જેમાં અશરફ કાબોન્ગાએ ૨૭૯ ટનની ટ્રેનને પોતાના દાંત વડે ૧૦ મીટર સુધી ખેંચી બતાવી હતી. તેણે ૧૯ ટન વધુ વજન ખેંચીને જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.
આ ઉપરાંત અશરફભાઈના નામે બીજા રેકૉર્ડ્સ પણ છે. આ પહેલાં તેણે બે ટન વજનની કાર ખેંચવાનો સ્ટન્ટ કર્યો હતો. ૧૫,૭૩૦ કિલો વજનની ટ્રક દાંતથી ખેંચવાનો રેકૉર્ડ પણ અશરફના નામે છે. આ ભાઈ કેમ આટલા ખડતલ છે એનું રાઝ કદાચ તેમનો ડાયટ પણ હોઈ શકે છે, કેમ કે એમાં પણ તેમણે રેકૉર્ડ બનાવ્યો છે. ૩૦ સેકન્ડમાં અશરફભાઈ ૧૧ કાચાં ઈંડાં ઓહિયાં કરી જવાનો વિક્રમ ધરાવે છે. લગભગ ચાળીસ વર્ષની આસપાસના અશરફ કાબોન્ગા ઇજિપ્શ્યિન ફેડરેશન ઑફ પ્રોફેશનલ રેસલર્સના પ્રેસિડન્ટ પણ છે.

