ઇતિહાસને સમજવા માટે વિશેષજ્ઞો પૃથ્વી પરની જૂનામાં જૂની ચીજોનો અભ્યાસ કરતા આવ્યા છે. પુરાતત્ત્વવિદોએ નષ્ટ થઈ ગયેલી અનેક સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને માનવજીવનની શરૂઆત અને એની સાથે વણાયેલા વિજ્ઞાનની કડીઓ ઉકેલવાની કોશિશ કરી છે.
જૅપનીઝ દ્વીપોમાં ઇજિપ્તના પિરામિડ
ઇતિહાસને સમજવા માટે વિશેષજ્ઞો પૃથ્વી પરની જૂનામાં જૂની ચીજોનો અભ્યાસ કરતા આવ્યા છે. પુરાતત્ત્વવિદોએ નષ્ટ થઈ ગયેલી અનેક સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને માનવજીવનની શરૂઆત અને એની સાથે વણાયેલા વિજ્ઞાનની કડીઓ ઉકેલવાની કોશિશ કરી છે. જોકે તાજેતરમાં સંશોધકોને સમુદ્રના પેટાળમાં કંઈક અનોખું જોવા મળ્યું છે. જૅપનીઝ દ્વીપોની પાસે સમુદ્રમાં ૨૪.૯૯ મીટર ઊંડે કોઈક એવી સંરચના મળી છે જે ઇજિપ્તના પિરામિડને મળતી આવે છે. પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ ચોનાગુની મૉન્યુમેન્ટ છે જે માનવસર્જિત હોવાની સંભાવના વધુ છે. હિમયુગ પછીથી પૃથ્વી પર જળસ્તર વધતાં આ સભ્યતા નાશ પામી હશે. મતલબ કે આ માનવસર્જિત ચતુષ્કોણીય સંરચના ઇજિપ્તના ૫૦૦૦ વર્ષ જૂના પિરામિડ કે ઈવન ૬૦૦૦ વર્ષ પહેલાંના પાષાણયુગ કરતાંય પહેલાંની હોવાની સંભાવના છે. જોકે બ્રિટનના પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આટલી સટિક ચીજ એ જમાનામાં માણસો દ્વારા બનાવાઈ હોય એ વાત માનવી મુશ્કેલ છે.

