ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં તાજેતરમાં બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં તાજેતરમાં બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. નશામાં ધુત એક ડ્રાઇવર ચાલતા ટ્રૅક્ટરમાંથી નીચે પડી ગયો હતો. એ પછી તો ટ્રૅક્ટર ડ્રાઇવર વગર પણ રસ્તે ફરતું જોવા મળ્યું હતું અને અહીંથી તહીં ઘૂમતા ટ્રૅક્ટરનો વિડિયો વાઇરલ થયો હતો. સૌથી દુઃખદ વાત એ હતી કે આ દુર્ઘટનામાં ડ્રાઇવરનું મૃત્યુ થઈ ગયું હતું. દુર્ઘટના સમયે ડ્રાઇવરે દારૂ પીધેલો હોવાનું જાણવા મળ્યું હતું. એને કારણે તે ચાલતા ટ્રૅક્ટરમાંથી ગબડીને નીચે પડી ગયો હતો. ડ્રાઇવરના નીચે પડી ગયા પછી ટ્રૅક્ટર રોડ પરથી બાજુમાં ફંગોળાઈ ગયું હતું, પણ ચાલતું રહ્યું હતું અને ગોળ-ગોળ ફરતું જોવા મળ્યું હતું. થોડા સમય પછી એક વ્યક્તિએ સાચવી-સાચવીને ટ્રૅક્ટરના બ્રેક અને સ્ટીઅરિંગ તરફ દોટ મૂકી હતી અને હાથથી બ્રેક લગાવીને ટ્રૅક્ટર ઊભું રાખી દીધું હતું.


