Dosa Viral Video: મુંબઈ એરપોર્ટ પર છાશ સાથેના એક મસાલા ઢોસાની કિંમત 600 રૂપિયા બતાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કી હાઇલાઇટ્સ
- છાશ સાથેના એક મસાલા ઢોસાની કિંમત 600 રૂપિયા છે
- લસ્સી સાથેના ઢોસાની કિંમત 620 રૂપિયા રાખવામાં આવી છે
- વીડિયો જોઈ એક યુઝરે કહ્યું હતું કે, `એક દિવસ કિડની વેચવી પડશે.`
સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના ચોંકાવનારા સમાચાર વાયરલ થતાં હોય છે. તાજેતરમાં જ એક એવી પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ એરપોર્ટ પર મળતા ઢોસા (Dosa Viral Video) કેટલા મોંઘા મળી રહ્યા છે.
એક યુઝરે જણાવ્યું હતું કે છાશ સાથેના એક મસાલા ઢોસાની કિંમત 600 રૂપિયા (Dosa Viral Video) છે. ભલે એરપોર્ટ પર વસ્તુઓ ઊંચા ભાવે વેચાતી હોય, પરંતુ એક સાદી ખાદ્ય ચીજવસ્તુ તરીકે ઓળખાતી ઢોસાની આ કિંમત તો ખૂબ જ કહેવાય. આ વાયરલ થયેલી પોસ્ટને કારણે ઇન્ટરનેટ પર ઘણા લોકો ચોંકી ગયા છે.
ADVERTISEMENT
આ બાબતે એક વીડિયો (Dosa Viral Video) પણ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે. આ ક્લિપમાં જોવા મળી રહ્યું કે કે એક શેફ ઢોસા બનાવી રહ્યો છે. આ સાથે જ રેસ્ટોરન્ટના કોમ્પ્યુટરાઈઝ્ડ મેનૂ ડિસ્પ્લેને પણ બતાવવામાં આવ્યું છે. જેમાં છાશ સાથેના મસાલા ઢોસાની કિંમત તબ્બલ 600 રૂપિયા બતાવવામાં આવી છે. પણ જો સાદા ઢોસાની કિંમત 620 રૂપિયા છે. જો કોઈ ગ્રાહક ઢોસા સાથે લસ્સી અથવા ફિલ્ટર કોફી પીવા માંગે છે, તો આ કોસ્ટ પણ વધી જાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "મુંબઈ એરપોર્ટ પર સોના કરતાં ઢોસા મોંઘો છે”
રેસ્ટોરન્ટનું મેનૂ બતાવવામાં આવ્યું છે જેમાં છાશ સાથેનો મસાલા ડોસા 600 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે, જ્યારે ઘીમાં શેકેલી ખજૂર અને લસ્સી સાથેના ઢોસાની કિંમત 620 રૂપિયા રાખવામાં આવી છે, જે ઘણી વધારે છે. આ સિવાય લસ્સી સાથે બેને ખલી ડોસા 640 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ડોસાની અસાધારણ કિંમત જાણ્યા બાદ નેટીઝન્સે વિવિધ રીતે કોમેન્ટ કરી છે.
View this post on Instagram
વીડિયો પર સામે આવી રહી છે અનેક પ્રતિક્રિયાઓ
જ્યારથી આ વીડિયો (Dosa Viral Video) શૅર કરવામાં આવ્યો છે ત્યારથી આ વીડિયોને અનેક વ્યૂઝ મળ્યા છે. આ સાથે જ અનેક કોમેન્ટ પણ સામે આવી રહી છે. એક યુઝરે તો આ વીડિયો જોઈને જ કહ્યું હતું કે, "તે કંઈ ખાસ નથી લાગતું." તો બીજાએ લખ્યું હતું કે, "બધા સાઉથ ઇન્ડિયન્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું આ મસાલા ડોસા છે?”
આ સાથે જ કોઈ યુઝર કહે છે કે "ખરેખર વાસ્તવિક ચાંદીનો દર આ ઢોસા જેટલો જ છે." તો કોઈ એમ પણ જણાવે છે કે "મસાલા ઢોસા માટે 600 રૂપિયા ચૂકવવાની કલ્પના કરો, જે હજુ પણ 40-50 રૂપિયાથી વધુ નથી."
એક યુઝરે લખે છે કે, `એક દિવસ કિડની વેચવી પડશે.` અન્ય યુઝરે લખ્યું કે, `શું કોઈ મને કહી શકે કે એરપોર્ટ પર ખાવાનું આટલું મોંઘું કેમ છે?` આ રીતે વાયરલ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
