આસમાની પોલો શર્ટ અને આસમાની જીન્સ પહેરેલી યુવતીના વાંકડિયા અને ગુચ્છેદાર વાળ પર ટ્રમ્પ એવા મોહી પડ્યા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને નોખી-નોખી રીતે ચર્ચા અને સમાચારોમાં રહેવાનું ગમે છે. ચૂંટણી પહેલાં મૅક્ડોનલ્ડ્સના આઉટલેટમાં ફ્રેન્ચ ફ્રાઇસ બનાવીને લોકજીભે ચડ્યા હતા. એ પછી તાજેતરમાં જ એક યુવતીના વાળનાં વખાણ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પ પોતાના વેસ્ટ પામ બીચ ગૉલ્ફ કોર્સ ગયા હતા. પોતાના ગૉલ્ફ સ્વિંગનો અભ્યાસ કરવા નીકળ્યા હતા ત્યારે એક નાનકડી છોકરી પર તેમનું ધ્યાન પડ્યું હતું. આસમાની પોલો શર્ટ અને આસમાની જીન્સ પહેરેલી યુવતીના વાંકડિયા અને ગુચ્છેદાર વાળ પર ટ્રમ્પ એવા મોહી પડ્યા કે ‘ઓહ! હું આ છોકરીને પ્રેમ કરું છું. મને તેના વાળ બહુ ગમે છે. મને તેના વાળ જોઈએ છે’ કહી બેઠા. વખાણ તો કર્યાં પણ લાખો ડૉલર આપીને વાળ ખરીદવા પણ કહ્યું. પોતે ટ્રમ્પને જ વોટ આપ્યો છે એવું એ યુવતીએ કહ્યું ત્યારે ટ્રમ્પે ‘હું તને વોટ આપું છું’ એમ કહ્યું હતું.

