સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયોમાં ભક્તો મંદિરની બહાર લગાવેલી લાઇવ ટીવી-સ્ક્રીન પર ભગવાનનાં દર્શન કરી ગંગાજળનો અભિષેક કરતા જોવા મળે છે. આ દૃશ્યે ધાર્મિક આસ્થા અને ટેક્નૉલૉજીના ઉપયોગ અંગે સવાલો ઊભા કર્યા છે.
આટલી બધી શ્રદ્ધા? ટીવી પર દર્શન કરતી વખતે ગંગાજળ છાંટવાનું?
સોશ્યલ મીડિયા પર એક મંદિરની બહારનો વિડિયો વાઇરલ થયો છે. એમાં ભગવાનનાં દર્શન ટીવી-સ્ક્રીન પર લાઇવ થઈ રહ્યાં છે. જોકે અહીં દર્શન કરતી વખતે કેટલાક ભક્તો ભગવાન પર ગંગાજળનો અભિષેક કરવા માટે સ્ક્રીન પર ગંગાજળ છાંટી રહ્યા છે. આવા નમૂનાઓ એકલદોકલ નથી, જથ્થાબંધ લોકો આ કરી રહ્યા છે. સવાલ એ છે કે મંદિરના દ્વારે રૂબરૂ પહોંચ્યા પછી એની બહાર સ્ક્રીન પર જ ભગવાનને ગંગાજળ ચડાવવું હતું તો આવું તો ઘરના ટીવી-સ્ક્રીન પર પણ થઈ શકે એમ હતુંને?
