સાઇકલની આગળ જૂની પાઇપો, પ્લાસ્ટિક અને દોરીની મદદથી બૉનેટ જેવું બનાવ્યું છે અને એક એવો હંગામી ઢાંચો બનાવ્યો છે જેને સાઇકલ પર ઓઢાડી દીધો છે.
સાઇકલને તેની આસપાસમાંથી મળી રહેતા કંતાન, પ્લાસ્ટિક, દોરી અને ખાલી બૉટલોની મદદથી એવો મેકઓવર આપ્યો છે
ભારતનાં ગામડાંઓમાં ઠાંસી-ઠાંસીને ટૅલન્ટ ભરી પડી છે. હવે સોશ્યલ મીડિયાના જમાનામાં એ બહાર આવી રહી છે. એક માણસે તેની સાઇકલને તેની આસપાસમાંથી મળી રહેતા કંતાન, પ્લાસ્ટિક, દોરી અને ખાલી બૉટલોની મદદથી એવો મેકઓવર આપ્યો છે કે જોનારા દંગ રહી જાય. આ વિડિયો જોઈને અનેક લોકોએ કહ્યું છે કે ગરીબો પાસે કાર ન હોય એ સમજ્યા, પણ તેમની પાસે તેમની સાઇકલને કારમાં તબદિલ કરવાનું હુન્નર જરૂર છે. સાઇકલની આગળ જૂની પાઇપો, પ્લાસ્ટિક અને દોરીની મદદથી બૉનેટ જેવું બનાવ્યું છે અને એક એવો હંગામી ઢાંચો બનાવ્યો છે જેને સાઇકલ પર ઓઢાડી દીધો છે. બાકી સાઇકલને પૅડલ મારીને એટલી ફર્રાટેદાર રીતે દોડાવે છે કે જાણે ખરેખર સરસરાટ કાર જ દોડતી હોય એવું લાગે.

