બ્રિટિશ ઍક્ટ્રેસ કમ સિંગર સિન્થિયા એરિવોએ તાજેતરમાં આવું જ કંઈક કર્યું છે. સિન્થિયા તાજેતરમાં એક માઉથવૉશ બ્રૅન્ડનો ચહેરો બની છે
બ્રિટિશ ઍક્ટ્રેસ કમ સિંગર સિન્થિયા એરિવો
જેની પાસે જે ચીજ બહુ કીમતી હોય એ કદી ગુમ ન થઈ જાય એ માટે એનો ઇન્શ્યૉરન્સ લેવાની પ્રથા સેલિબ્રિટીઝમાં ઘણાં વર્ષોથી પડી છે. બ્રિટિશ ઍક્ટ્રેસ કમ સિંગર સિન્થિયા એરિવોએ તાજેતરમાં આવું જ કંઈક કર્યું છે. સિન્થિયા તાજેતરમાં એક માઉથવૉશ બ્રૅન્ડનો ચહેરો બની છે અને ‘વૉશ યૉર માઉથ’ના નામે અભિયાન ચલાવે છે. ઑસ્કરમાં નૉમિનેટ થઈ ચૂકેલી આ અભિનેત્રીનું માનવું છે કે તેનું સ્માઇલ બહુ સુંદર છે એટલે જ તે માઉથ વૉશની બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બની શકી છે. તેના સ્માઇલ અને ખાસ કરીને આગળના મુખ્ય બે દાંત વચ્ચેના ગૅપને કારણે તેનું સ્માઇલ હૉલીવુડમાં ખૂબ વખણાયેલું છે. એ જ કારણોસર તેણે પોતાના મોંનો વીસ લાખ ડૉલર એટલે કે લગભગ ૧૬.૫ કરોડ રૂપિયાનો વીમો ઊતરાવ્યો છે. તેણે ખાસ દાંતોવાળા સ્માઇલ અને અવાજની રક્ષા કરવા માટે આ કદમ ઉઠાવ્યું છે.


