Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્લેન-ક્રૅશમાંથી ઊગરી ગયા બાદનો કપલનો સેલ્ફી જોઈને નેટિઝન્સ શૉક્ડ

પ્લેન-ક્રૅશમાંથી ઊગરી ગયા બાદનો કપલનો સેલ્ફી જોઈને નેટિઝન્સ શૉક્ડ

25 November, 2022 10:24 AM IST | Lima
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અકસ્માતમાં રનવે પરના બે ફાયર ફાઇટર્સે જીવ ગુમાવ્યો હતો

પ્લેન-ક્રૅશમાંથી ઊગરી ગયા બાદનો કપલનો સેલ્ફી

Offbeat News

પ્લેન-ક્રૅશમાંથી ઊગરી ગયા બાદનો કપલનો સેલ્ફી


કોઈ પણ જીવલેણ હોનારતમાંથી ઊગરી ગયા બાદ મોટા ભાગના લોકો આઘાતમાં સરી પડતા હોય છે, ઈજાગ્રસ્ત હોય છે તથા પોતાના સ્નેહીજનોને ફોન કરીને પોતાનું ક્ષેમકુશળ જણાવતા હોય છે.

જોકે પેરુના લિમામાં જ્યૉર્જ ચાવેઝ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર બપોરે ૩.૩૦ વાગ્યે એક ફાયર ટ્રક પ્લેનમાં ધસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાંથી આબાદ ઊગરી ગયા બાદ આ યુગલે સેલ્ફી લીધો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ અકસ્માતમાં રનવે પરના બે ફાયર ફાઇટર્સે જીવ ગુમાવ્યો હતો, પણ કોઈ પૅસેન્જર્સનું મૃત્યુ થયું નહોતું. આ અકસ્માતમાંથી કોઈ પણ પ્રકારની ઈજામાંથી બચી ગયેલા એક યુગલે બૅકગ્રાઉન્ડમાં ક્ષતિગ્રસ્ત પ્લેન આવે એ રીતે સેલ્ફી લીધો હતો. આ ફોટો તત્કાળ ઑનલાઇન વાઇરલ થઈ ગયો હતો. આ સેલ્ફી જોઈને નેટિઝન્સ શૉક્ડ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 10:24 AM IST | Lima | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK