ભારતીયો પાણીમાં ચાપત્તી, સાકર, દૂધ ત્રણેને એકસાથે ઉકાળીને બનાવેલી ચા પીવાના શોખીન છે
સંજય ગુપ્તા અને તેમની દીકરીઓ
ચા વિશ્વભરમાં કદાચ ભારતીયોનું સૌથી પ્રિય પીણું છે. પાણી ઉકાળી એમાં સાકર નાખીને ઉકાળ્યા બાદ દૂધ અને ટી-બૅગ્સ નાખીને કે પછી ચાનું પાણી ઉકાળીને એમાં દૂધ અને શુગર
ક્યુબ્સ નાખીને ચા બનાવવાની રીત ભાગ્યે જ કોઈ ભારતીયના ઘરે જોવા નહીં મળે. ભારતીયો પાણીમાં ચાપત્તી, સાકર, દૂધ ત્રણેને એકસાથે ઉકાળીને બનાવેલી ચા પીવાના શોખીન છે.
જોકે ભારતીય મૂળના અમેરિકન ન્યુરોસર્જ્યન ડૉક્ટર સંજય ગુપ્તાએ તેમની દીકરીઓને ચા બનાવતાં શીખવી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. સાડાત્રણ મિનિટના આ વિડિયોને જોઈને ઘણા લોકો આનંદિત થયા છે તો ઘણા લોકોના નાકનાં ટીચકાં ચડી ગયાં છે.
સંજય ગુપ્તા અને તેમની દીકરીઓએ પાણી ઉકાળીને એમાં બ્રાઉન શુગર, એલચી, આદું અને ટી-બૅગ્સ નાખીને ઉકાળ્યા બાદ દૂધ નાખી ઉકાળીને ચા તૈયાર કરી છે, જે કેટલાક નેટિઝન્સના મતે ચા કરતાં વધુ હોર્લિક્સ જેવી દેખાય છે.

