એ જોઈને અનેક લોકોને ઑફિસ બહુ એન્ટરટેઇનિંગ લાગી છે તો કેટલાકને લાગ્યું છે કે જ્યારે જગ્યાની શૉર્ટેજ થઈ જાય તો આવા વિકલ્પો અપનાવવામાં કંઈ વાંધો નથી.
ચાઇનીઝ કંપનીએ સ્વિમિંગ-પૂલમાં બનાવી દીધી ઑફિસ
લુબન ડેકોરેશન ગ્રુપ નામની એક ચાઇનીઝ કંપની એની અનટ્રેડિશનલ ઑફિસ માટે વાઇરલ થઈ ગઈ છે. એક ચાઇનીઝ ન્યુઝપેપરમાં છપાયેલા રિપોર્ટ મુજબ અહીંના કર્મચારીઓ સ્વિમિંગ-પૂલમાં બેસીને કામ કરે છે. અરે ના, ભરેલા સ્વિમિંગ-પૂલમાં નહીં, સુકાયેલા સ્વિમિંગ-પૂલમાં. ઇન્ડોર સ્વિમિંગ-પૂલનો જે ઊંડો ખાડો હોય એની અંદર જ કંપનીએ વર્કપ્લેસની ગોઠવણ કરી દીધી છે. પૂલમાં ઊતરવા માટેનાં પગથિયાં ચડઊતર કરીને કર્મચારીઓ એમાં આવનજાવન કરી શકે છે. સોશ્યલ મીડિયામાં આ અનોખી ઑફિસનું સેટઅપ વાઇરલ થઈ ગયું છે. એ જોઈને અનેક લોકોને ઑફિસ બહુ એન્ટરટેઇનિંગ લાગી છે તો કેટલાકને લાગ્યું છે કે જ્યારે જગ્યાની શૉર્ટેજ થઈ જાય તો આવા વિકલ્પો અપનાવવામાં કંઈ વાંધો નથી.
હકીકત એ છે કે ઑફિસનું રિનોવેશન ચાલતું હોવાથી કંપનીએ કર્મચારીઓના કાર્યસ્થળને સ્વિમિંગ-પૂલમાં ખસેડી દીધું છે જેથી બીજી જગ્યાએ ઑફિસ ભાડે લેવાની જરૂર ન પડે. લગભગ બે મહિનાથી લુબન ડેકોરેશન કંપનીના કર્મચારીઓ આ હંગામી ઑફિસમાં કામ કરે છે.

