આપણે ત્યાં કહેવત છે કે પુત્રનાં લક્ષણ પારણેથી. આ કહેવત દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆનનો જિયાઓવુને પણ લાગુ પડે છે. ૩ વર્ષનું આ ટાબરિયું એવું અફલાતૂન ટેબલ ટેનિસ રમે છે કે ન પૂછો વાત.
જિયાઓવુ
આપણે ત્યાં કહેવત છે કે પુત્રનાં લક્ષણ પારણેથી. આ કહેવત દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆનનો જિયાઓવુને પણ લાગુ પડે છે. ૩ વર્ષનું આ ટાબરિયું એવું અફલાતૂન ટેબલ ટેનિસ રમે છે કે ન પૂછો વાત. જિયાઓવુ ૮ મહિનાનો હતો ત્યારથી જ દાદીને જોઈ-જોઈને તેણે પણ ટેબલ ટેનિસ રમવાનું શરૂ કરી દીધું હતું. આવડોએવો છોકરો ફોરહૅન્ડ અને બૅકહૅન્ડ ટેક્નિક પણ અદ્ભુત રીતે વાપરે છે. તેનો વિડિયો ચીનના સોશ્યલ મીડિયામાં બહુ ચાલ્યો છે. ત્યાંના લોકો કહે છે કે ૨૦૨૪ના પૅરિસ ઑલિમ્પિકમાં ફેન ઝેડૉન્ગ ટેબલ ટેનિસમાં બે વાર ગોલ્ડ મેડલ જીત્યો હતો અને એવી જ રીતે આ જિયાઓવુ ભવિષ્યમાં ગોલ્ડ મેડલ જીતી લાવશે.

