માથાને જોરદાર ઝટકાથી બચાવે છે. જોકે નવી હેલ્મેટમાં પાછળની તરફ એક ઍરબૅગ લગાવવામાં આવી છે. એ સેન્સર ધરાવે છે. ઍક્સિડન્ટ થાય અને બાઇકરનું માથું જમીન સાથે કે કોઈ સૉલિડ ચીજ સાથે અફળાય તો તરત જ સેન્સર્સ ઍક્ટિવેટ થઈને એમાં ગૅસ ભરાય છે.
ઍરબૅગ હેલ્મેટ
કારનો ઍક્સિડન્ટ થાય તો અંદરના પૅસેન્જરને ઓછો માર લાગે એ માટે ઍરબૅગની સુવિધા હોય છે, જોકે મોટરસાઇકલનાં ફીટિંગ્સ બનાવતી ચીનની લાન્શી યેમા નામની કંપનીએ ઍરબૅગ ધરાવતી હેલ્મેટ બનાવી છે. હાલમાં આ પ્રોડક્ટ ટેસ્ટિંગ ફેઝમાં છે. સામાન્ય રીતે હેલ્મેટની બહારની તરફ મજબૂત આવરણ અને અંદર સૉફ્ટ કુશન હોય છે જે માથાને જોરદાર ઝટકાથી બચાવે છે. જોકે નવી હેલ્મેટમાં પાછળની તરફ એક ઍરબૅગ લગાવવામાં આવી છે. એ સેન્સર ધરાવે છે. ઍક્સિડન્ટ થાય અને બાઇકરનું માથું જમીન સાથે કે કોઈ સૉલિડ ચીજ સાથે અફળાય તો તરત જ સેન્સર્સ ઍક્ટિવેટ થઈને એમાં ગૅસ ભરાય છે અને ઍરબૅગ ફૂલીને મોટા દડામાં ફેરવાઈને બાઇકરના શરીર ફરતે પ્રોટેક્શન બનાવી દે છે. સોશ્યલ મીડિયા પર આ ટેસ્ટિંગનો વિડિયો વાઇરલ થયો છે. અલબત્ત, હજી આ ટેક્નૉલૉજી માર્કેટમાં લૉન્ચ થઈ નથી. આ પ્રકારની ઍરબૅગથી ખરેખર બાઇકરને ઍક્સિડન્ટમાં ફાયદો થશે કે કેમ એ સ્પષ્ટ નથી.
