ગામને લૉન્ગ હેર વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામને દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતા ગામનો સત્તાવાર દરજ્જો પણ મળ્યો છે.
મહિલાઓના વાળ ૬ ફુટથીયે લાંબા છે
લાંબા અને સુંદર વાળ હોય એવું સપનું દરેક મહિલાનું હોય છે તથા એ મેળવવા માટે તે કંઈકેટલા નુસખા અજમાવતી હોય છે. જોકે ચીનમાં એક ગામ એવું છે જ્યાંની મહિલાઓ ખાસ કોઈ પ્રયાસ વગર વાળની અસાધારણ સુંદરતા ધરાવે છે. આ ગામની મહિલાઓના વાળ ૬ ફુટથીયે લાંબા છે. આ ગામને લૉન્ગ હેર વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામને દુનિયામાં સૌથી લાંબા વાળ ધરાવતા ગામનો સત્તાવાર દરજ્જો પણ મળ્યો છે.
ADVERTISEMENT
આ વાત ચીનના ગ્વાંગશી પ્રાંતના હુઆંગ્લુઓ યાઓ નામના ગામની છે. આ ગામની મહિલાઓ વાળમાં ચોખાનું પાણી લગાડે છે અને પછી સામૂહિક રીતે ગામની નજીકની નદીમાં વાળ ધુએ ત્યારે એ નઝારો જોવા જેવો હોય છે. આ ગામની મહિલાઓ જીવનમાં એક જ વાર વાળ કાપે છે, તેઓ જ્યારે વ્યસ્ક થાય ત્યારે યોજાતી સેરેમનીમાં. આ ગામની દાદી-નાનીના વાળ હજીયે કાળા અને મજબૂત છે.

