ચીનમાં વાળ ધોવાનું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતું મશીન લૉન્ચ, એમાં ૧૩ મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈને બહાર આવી જાય છે.
AI સંચાલિત શૅમ્પૂ મશીન
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) હવે દરેક ક્ષેત્રમાં કામે લાગી રહી છે. જોકે આ ક્રાન્તિ હેર સૅલોંમાં પણ આવી ગઈ છે. ચીનના ગુઆન્ગઝોઉ પ્રાંતમાં ઠેર-ઠેર AI સંચાલિત શૅમ્પૂ મશીન આવી ગયાં છે. આ ઇનોવેટિવ મશીન્સ ઇન્ફ્રારેડ સેન્સર્સ દ્વારા કામ કરે છે. તમારા વાળ સીધા, વાંકડિયા, ઑઇલી, ડ્રાય કે પછી જાડા કે પાતળા છે એ બધું જ આ ઇન્ફ્રારેડ સેન્સર્સ તપાસે છે. વાળના તાળવામાં કોઈ તકલીફ છે કે નહીં એનું ચેકિંગ પણ કરે છે અને એ મુજબ કેવું શૅમ્પૂ વાપરવું અને કેટલા સમય માટે એનાથી વાળ ધોવા એ પણ મશીન જાતે જ સેટ કરે છે.
ADVERTISEMENT
શરૂઆત થઈ ત્યારે આ રીતે વાળ ધોવાના લગભગ દસ યુઆન એટલે કે આશરે ૧૫૦ રૂપિયા જ થતા હતા, પરંતુ હવે એની પૉપ્યુલરિટી વધી ગઈ છે અને એ માટે બુકિંગ પણ કરાવવું પડે એમ હોવાથી ૨૨૫ રૂપિયાનો ખર્ચ થાય છે.

