Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કંપનીએ ભૂલથી ૪૬,૦૦૦ને બદલે ૧.૫૨ કરોડ રૂપિયાનો પગાર આપી દીધો

કંપનીએ ભૂલથી ૪૬,૦૦૦ને બદલે ૧.૫૨ કરોડ રૂપિયાનો પગાર આપી દીધો

Published : 08 October, 2025 01:53 PM | IST | Chile
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્મચારીએ રાજીનામું આપી દઈને કેસ પણ જીતી લીધો

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


ચિલીમાં જો નામના એક ભાઈ ફૂડ કંપનીમાં અસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. સામાન્ય રીતે તેનો પગાર મહિને ૪૬,૦૦૦ રૂપિયાનો હતો. જોકે ૨૦૨૨માં મે મહિનામાં કંપનીએ પેરોલમાં ત્રુટિને કારણે તેના ખાતામાં એકસાથે ૧.૫૨ કરોડ રૂપિયા જમા કરાવી દીધા. કંપનીને જેવી ખબર પડી એટલે તરત જ કર્મચારીને વધારાની રકમ પાછી આપવા કહ્યું. શરૂઆતમાં જોભાઈએ હા પાડી, પણ પછી તેનું મન બદલાઈ ગયું. રકમ જમા થયાના ત્રીજા જ દિવસે તેણે રાજીનામું આપી દીધું અને કંપનીના મૅનેજરના ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું. કંપનીએ જો પર ચોરીનો આરોપ લગાવીને તેના પર કેસ કર્યો. જો ૩ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડ્યો. કોર્ટમાં જોએ સાબિત કરી દીધું કે કંપનીએ તેના પર ચોરીનું ખોટું આળ લગાવ્યું છે. કંપનીએ જે પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ રકમ ગેરકાયદે હતી, પરંતુ ચોરીની નહોતી. આખરે કોર્ટે જોને ચોરીના ગુનામાંથી મુક્ત જાહેર કરી દીધો. જોકે કંપનીએ હજીયે સિવિલ કેસ દ્વારા વધારાની રકમ પાછી મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2025 01:53 PM IST | Chile | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK