રિપોર્ટિંગ પછી બચાવ-ટીમોએ અને ડાઇવર્સે શોધ ફરી શરૂ કરી અને રૈસાનો મૃતદેહ પાછળથી એ જ જગ્યાએ મળી આવ્યો જ્યાં પત્રકારે રિપોર્ટિંગ કર્યું હતું.
છોકરી વિશે લાઇવ રિપોર્ટિંગ કરતી વખતે એક પત્રકારનો પગ પાણીમાં એ જ છોકરીના મૃતદેહ સાથે અથડાતાં તે ડઘાઈ ગયો
બ્રાઝિલના નૉર્થ-ઈસ્ટના બાકાબાલમાં મીઅરિમ નદીમાં ગુમ થયેલી ૧૩ વર્ષની રૈસા નામની છોકરી વિશે લાઇવ રિપોર્ટિંગ કરતી વખતે એક પત્રકારનો પગ પાણીમાં એ જ છોકરીના મૃતદેહ સાથે અથડાતાં તે ડઘાઈ ગયો હતો. રૈસા તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી ત્યારે ડૂબી ગઈ હતી. આ ક્ષણનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વિડિયોમાં દેખાય છે કે પત્રકાર લેનિલ્ડો ફ્રેઝાઓ ઊંડા પાણીમાં લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો છે. તેણે નદીની ઊંડાઈ અને પ્રવાહની વિગતો આપી અને તે આગળ વધતો હતો ત્યારે તેના પગ સાથે કંઈક અથડાયું હતું. છાતી સુધી કૂદતી વખતે તે અચાનક એક ડગલું પાછળ હટી ગયો અને તેના ક્રૂને કહ્યું હતું કે ‘મને લાગે છે કે અહીં પાણીના તળિયે કંઈક છે, મને ડર લાગે છે. હાથ જેવું કંઈક લાગ્યું, શું તે છોકરી હોઈ શકે? પણ તે માછલી પણ હોઈ શકે છે. મને ખબર નથી.’
રિપોર્ટિંગ પછી બચાવ-ટીમોએ અને ડાઇવર્સે શોધ ફરી શરૂ કરી અને રૈસાનો મૃતદેહ પાછળથી એ જ જગ્યાએ મળી આવ્યો જ્યાં પત્રકારે રિપોર્ટિંગ કર્યું હતું.


