આ વાત સાયન્સ ફિક્શન જેવી લાગે, પરંતુ એકદમ સાચી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અમેરિકાની એક બાયોટેક કંપનીએ ૫૦ વ્યક્તિમાં બ્રેઇન ચિપ ઇમ્પ્લાન્ટ કરી છે. આ વાત સાયન્સ ફિક્શન જેવી લાગે, પરંતુ એકદમ સાચી છે. સૉલ્ટ લેક સિટીમાં બ્લૅકરૉક ન્યુરોટેકે ફિઝિકલ પૅરૅલિસિસ, દૃષ્ટિહીનતા, બહેરાશ અને ડિપ્રેશનની સારવાર માટે એક પ્લાન તૈયાર કર્યો છે. આ કંપનીની ચિપ ન્યુરોપોર્ટ એરેથી લોકો તેમના રોબોટિક હાથ અને વ્હીલચૅરને કન્ટ્રોલ કરી શકે છે, વિડિયો ગેમ રમી શકે છે અને સેન્સેશન્સ ફીલ કરી શકે છે. એ બ્રેઇન સાથે જોડાયેલી ૧૦૦ માઇક્રો નીડલ્સનો ઉપયોગ કરે છે, જેનાથી વ્યક્તિના વિચારોથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને વાંચી શકે છે. સૌપ્રથમ ૨૦૦૪માં આ ડિવાઇસ માણસમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ કંપનીને ટૂંક સમયમાં એને માર્કેટમાં લૉન્ચ કરવાની આશા છે. ટેક મોગલ ઇલૉન મસ્કે પણ આવા જ પ્લાનની જાહેરાત કરી છે.


