તેમણે લેટેસ્ટ બ્લૉગમાં મિલેટ્સનાં વખાણ કર્યાં હતાં.
બિલ ગેટ્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી મિલેટ્સ એટલે કે દેશી ધાનને પ્રમોટ કરતા આવ્યા છે. પોષક દ્રવ્યોથી ભરપૂર મિલેટ્સ હેલ્થ અને ખેડૂતોની વેલ્થ એમ બન્ને માટે શ્રેષ્ઠ ગણાય છે. મિલેટ્સની લોકપ્રિયતા હવે વિદેશ પહોંચી ગઈ છે. માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પણ મિલેટ્સ પર ઓવારી ગયા છે. તેમણે લેટેસ્ટ બ્લૉગમાં મિલેટ્સનાં વખાણ કર્યાં હતાં. તેમણે લખ્યું હતું કે ‘મિલેટ્સ સદીઓથી આપણી વચ્ચે છે, પણ એનું મહત્ત્વ જાણવામાં આપણે ઘણું મોડું કર્યું છે. મિલેટ્સનો સ્વાદ સરસ છે અને એની ખેતી પણ સરળ છે.’ બિલ ગેટ્સે પશ્ચિમ આફ્રિકામાં પાકતા ફોનિયો નામની ચોખાની જાત વિશે લખ્યું હતું. આ પ્રકારના ચોખા ઝડપથી ઊગે છે અને જ્યારે અન્ય વિકલ્પ ન હોય ત્યારે એ ખાઈને કામ ચલાવી શકાય છે. બિલ ગેટ્સે ક્લાઇમેટ ચેન્જના પડકાર વચ્ચે હવે મિલેટ્સ વધુ જરૂરી હોવાનું પણ નોંધ્યું હતું.

