બિકાનેરમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે
મિસ્ટર બીકાણાના ટાઇટલ માટે ભાગ લેનારા યુવક (ડાબે), ગિરધર વ્યાસ
બિકાનેરમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. પહેલા જ દિવસે બિકાનેરમાં પહેલાં હેરિટેજ વૉક નીકળી હતી અને પછી બપારે મિસ્ટર બીકાણા, મિસ મરવણ અને ઢોલા-મારુ જેવી પ્રતિયોગિતાઓ થઈ હતી.
અહીં ગિરધર વ્યાસ નામના મુછાળા માણસે પોતાની ૨૦ ફુટ લાંબી મૂછો દર્શાવી હતી અને મિસ્ટર બીકાણાના ટાઇટલ માટે ભાગ લેનારા એક યુવકે ૨૦ કિલોની પાઘડી પહેરી હતી.
ADVERTISEMENT

કેટલાક કલાકારોએ લુપ્ત થઈ ગયેલાં પ્રાચીન વાદ્યો વગાડીને લોકોનું મનોરંજન કર્યું હતું.


