Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વિદેશ જતા બિહારીએ કાર ચોરાઈ ન જાય એટલે ક્રેન વડે ટેરેસ પર ચડાવી દીધી

વિદેશ જતા બિહારીએ કાર ચોરાઈ ન જાય એટલે ક્રેન વડે ટેરેસ પર ચડાવી દીધી

Published : 06 September, 2026 01:36 PM | IST | Patana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના એક કારમાલિકે વિદેશ જતાં પહેલાં ચોરીના ડરથી પોતાની મહિન્દ્ર સ્કૉર્પિયોને ક્રેનની મદદથી ઘરના ટેરેસ પર પાર્ક કરી દીધી. વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

ચોરીના ડરે કાર ક્રેનથી ટેરેસ પર ચડાવી દીધી.

ચોરીના ડરે કાર ક્રેનથી ટેરેસ પર ચડાવી દીધી.


બિહારમાંથી અવારનવાર દેશી જુગાડ અને અજબગજબ કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ વખતે એક કારમાલિકે પોતાની કારની સુરક્ષા માટે જે રસ્તો અપનાવ્યો છે એ જોઈને સોશ્યલ મીડિયામાં કૌતુક સર્જાયું છે.
વિદેશ જઈ રહેલા બિહારના એક કારમાલિકે પોતાની કીમતી મહિન્દ્ર સ્કૉર્પિયો ક્યાંક ચોરાઈ ન જાય એ માટે ક્રેન બોલાવીને એને જમીન પરથી ઊંચકીને સીધી પોતાના ઘરના ટેરેસ પર પાર્ક કરી દીધી હતી.
વાઇરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક ક્રેનની મદદથી સફેદ રંગની ગાડીને બહુ સાવચેતીપૂર્વક ઘરની છત પર પાર્ક કરવામાં આવી રહી છે. 
મકાનમાલિકને ડર હતો કે પોતે વિદેશ જશે ત્યારે પ્રાંગણમાં પાર્ક કરેલી ગાડી કોઈ ચોરી જશે અથવા એને નુકસાન પહોંચાડશે. પેઇડ પાર્કિંગ કે કોઈ સંબંધીને ગાડી સોંપવાને બદલે આ ભાઈએ ટેરેસ-પાર્કિંગનો અનોખો આઇડિયા શોધી કાઢ્યો. 
સોશ્યલ મીડિયા પર આ અનોખી પાર્કિંગ પદ્ધતિનો વિડિયો વાઇરલ થતાં જ નેટિઝન્સની સટાસટ કમેન્ટ્સ આવવા માંડી છે. એક યુઝરે લખ્યું, ‘ચોર હવે ચાવી લઈને નહીં, હેલિકૉપ્ટર લઈને ગાડી ચોરવા આવશે.’ બીજા એક યુઝરે ઘરના સ્લૅબ વિશે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું, ‘ચોરીનો ડર તો દૂર થયો, પણ હવે નીચેના રૂમમાં સૂતી વખતે માથા પર સ્કૉર્પિયો ખાબકવાનો ડર રહેશે.’
પોતાની વહાલી કારને ચોરોથી બચાવવા માટે બિહારી બાબુએ અપનાવેલો આ હાઈ-લેવલ દેશી જુગાડ હાલ ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 01:36 PM IST | Patana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK