તાજેતરમાં રાજમાતા જિજાબાઈ જયંતીના અવસરે કોલ્હાપુરના વર્ણનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જાયન્ટ રંગોળી બનાવવામાં આવી હતી
છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી
તાજેતરમાં રાજમાતા જિજાબાઈ જયંતીના અવસરે કોલ્હાપુરના વર્ણનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જાયન્ટ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી અત્યાર સુધીની સૌથી મોટી રંગોળી છે. પાંચ લાખ સ્ક્વેર ફુટમાં ફેલાયેલી આ રંગોળી બનાવવા માટે લગભગ ૩૫ ટન એટલે કે ૩૫,૦૦૦ કિલો જેટલા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય રંગોળી સ્થાનિક વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય વિનય કોરેની પહેલથી બની હતી. લગભગ ૩૫૦ મહિલાઓ અને વિદ્યાર્થીઓની મહેનતથી આ રંગોળી બની હતી. શિવાજી મહારાજની આ સૌથી મોટી રંગોળી જોવા માટે હવે સ્થાનિક લોકોની ભારે ભીડ જામી રહી છે. આ કદાચ સૌથી જાયન્ટ શિવાજી મહારાજની રંગોળીનો વિશ્વવિક્રમ પણ થશે, પરંતુ એની હજી ઑફિશ્યલ જાહેરાત નથી થઈ.


