Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > AI-રૂમમેટે કામવાળી દ્વારા ઘરમાંથી થતી ફળોની ચોરી પકડી પાડી

AI-રૂમમેટે કામવાળી દ્વારા ઘરમાંથી થતી ફળોની ચોરી પકડી પાડી

Published : 07 March, 2026 02:35 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિસ્ટમ કિચનમાં સફાઈનું કામ કેવી રીતે થઈ રહ્યું છે એ પણ ટ્રૅક કરે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


બૅન્ગલોરના પંકજ નામના એક ટેક પ્રોફેશનલે પોતાના ઘરમાં AI-રૂમમેટ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ લગાવીને કામ કરવા આવતી બાઈની ચોરી પકડી પાડી હતી. પંકજે કિચનમાં AI-બેઝ્ડ સર્વેલન્સ સિસ્ટમ લગાવી હતી. એ સિસ્ટમ જ્યારે પણ ફ્રિજ ખૂલે અને એમાંથી સામાન કાઢવામાં આવે કે મૂકવામાં આવે ત્યારે ફોન પર અલર્ટ મેસેજ આપે છે. આ સિસ્ટમ કિચનમાં સફાઈનું કામ કેવી રીતે થઈ રહ્યું છે એ પણ ટ્રૅક કરે છે. કામ પૂરું થયા પછી સ્લૅબ સાફ કરવામાં આવ્યો છે કે નહીં એ પણ રેકૉર્ડ કરે છે. પંકજના ઘરમાંથી વારંવાર ફળો, શાકભાજી અને ખાવા-પીવાની ચીજો ગાયબ થતી હતી. AI રૂમમેટ લગાવ્યા પછી રિપોર્ટમાં ખબર પડી કે તેની ગેરહાજરીમાં વીકમાં બે વાર કિચનમાંથી ફળો અને ખાવા-પીવાનો સામાન ચોરાયો હતો. રિપોર્ટની સાથે ફુટેજ પણ નોંધવામાં આવ્યું હતું. એ કામવાળીની ચોરી પુરવાર કરવા માટે પૂરતું હતું. પંકજે આ સિસ્ટમ અને તેના ઘરે થતી ચોરીની ઘટનાની વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને ચોરી નાની હોવાથી કામવાળી વિરુદ્ધ ફરિયાદ કરવાને બદલે તેને પાણીચું પકડાવી દીધું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 02:35 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK