વિડિયોની કૅપ્શનમાં વ્યક્તિએ લખ્યું હતું, ‘નાનું કાર્ય, મોટી અસર.’
લાઇફ મસાલા
વાઇરલ વિડિયોની તસવીર
બૅન્ગલોરમાં એક વ્યક્તિએ રસ્તા પર કપડાં વેચતી છોકરીને સરપ્રાઇઝ ગિફ્ટ આપીને તેના ચહેરા પર સુંદર સ્મિત લાવી દીધું હતું. સોશ્યલ મીડિયા પર શૅર થયેલા વિડિયોમાં આ વ્યક્તિ છોકરી પાસે જઈને કહે છે કે ૧૦ રૂપિયામાં તમે આ ‘મિસ્ટ્રી બૉક્સ’ લઈ શકો છો, પણ છોકરી પાસે એકેય રૂપિયો નહોતો એટલે તેને ગિફ્ટ-રૅપ કરેલું બૉક્સ એમ જ આપી દેવામાં આવે છે. બૉક્સ ખોલતાં એમાંથી એક વૉચ નીકળે છે અને એ જોઈને છોકરી ખુશ થઈ જાય છે. આ વિડિયો લાખો લોકોએ જોયો હતો અને તેમના ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું. વિડિયોની કૅપ્શનમાં વ્યક્તિએ લખ્યું હતું, ‘નાનું કાર્ય, મોટી અસર.’