યુવતીના પરિવારજનોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આવીને પૂછપરછ કરી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનાં કરતૂત જાણવા મળ્યાં
કપલ
કૌટુંબિક ભત્રીજીને પ્રેમ કરનારા અને ભાગી જઈને લગ્ન કરનારા બેગુસરાયના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ‘ગિફ્ટમાં’ સસ્પેન્શન મળ્યું છે. ૧૨ ઑગસ્ટે શિવશક્તિ કુમારને તેમની કૌટુંબિક ભત્રીજી ઑફિસમાં મળવા આવી હતી. એ પછી બન્ને ગુમ થઈ ગયાં હતાં. પછીથી જાણવા મળ્યું કે બન્નેએ લગ્ન કરી લીધાં છે. યુવતીના પરિવારજનોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આવીને પૂછપરછ કરી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનાં કરતૂત જાણવા મળ્યાં. આથી કોઈ જ કારણ આપ્યા વિના ગુમ થઈ ગયેલા શિવશક્તિ કુમારે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને લોકસેવકના આચરણ પ્રત્યે અશોભનીય કૃત્ય કર્યું છે એવું ઠેરવીને વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે. યુવતીના પરિવારે પણ પરાણે બનીબેઠેલા જમાઈ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. જોકે યુવતીએ સ્વેચ્છાએ લગ્ન કર્યાં હોવાનો વિડિયો મોકલ્યો છે.


