તસવીરો વાઇરલ થતાં મુંબઈથી આ બકરાને ખરીદવા માટે ૧૦ લાખ રૂપિયાની બોલી લાગી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દિલ્હીના મીના બાઝારમાં એક બકરાની કિંમત હાલમાં ૧૦ લાખ રૂપિયા બોલાઈ રહી છે. એના માલિક મોહમ્મદ તાલીમનું કહેવું છે કે આ બકરો ખરેખર દુર્લભ છે, કેમ કે એના શરીર પર અલ્લાહનું નામ લખાયેલું છે. સોશ્યલ મીડિયા પર એની તસવીરો વાઇરલ થતાં મુંબઈથી આ બકરાને ખરીદવા માટે ૧૦ લાખ રૂપિયાની બોલી લાગી છે. જોકે મોહમ્મદનું કહેવું છે કે હજી તેણે વેચવાનું મન નથી બનાવ્યું, હજી હરાજીમાં વધુ કિંમત મળે એવું લાગે છે. સૌથી વધુ બોલી લગાવનારને આ બકરો વેચવામાં આવશે.

