આઇએફએસ અધિકારી પરવીન કાસવાને આ તસવીરો પોસ્ટ કરીને જણાવ્યું કે આ પ્રાણીએ તેમને કાલ્પનિક સિરીઝ ‘જંગલ બુક’ના જાણીતા કૅરૅક્ટર ‘બઘીરા’ની યાદ તાજી કરી છે. કાસવાને તેની પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે, ‘બઘીરા, સીધો જંગલ બુકથી.
બ્લેક પેન્થર
ઓડિશામાં જોવા મળેલા બ્લૅક પૅન્થરની બે તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આઇએફએસ અધિકારી પરવીન કાસવાને આ તસવીરો પોસ્ટ કરીને જણાવ્યું કે આ પ્રાણીએ તેમને કાલ્પનિક સિરીઝ ‘જંગલ બુક’ના જાણીતા કૅરૅક્ટર ‘બઘીરા’ની યાદ તાજી કરી છે. કાસવાને તેની પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે, ‘બઘીરા, સીધો જંગલ બુકથી. બ્લૅક પૅન્થરની આ તસવીર હાલમાં ઓડિશામાં લેવાઈ હતી.’
બાદમાં તેઓ લોકોને પ્રશ્ન પૂછે છે. તેમણે લખ્યું કે ‘કેટલું સુંદર પ્રાણી છે. તો હૅશટૅગ ઇન્ડિયામાં તમને બ્લૅક પૅન્થર ક્યાં મળશે?’ આ પોસ્ટને શૅર કર્યાના બે દિવસમાં ૧.૬૫ લાખથી વધુ વખત જોવાઈ છે. ટ્વીટને લગભગ ૩૦૦૦થી વધુ લાઇક મળી છે. લોકોએ ઘણી પ્રતિક્રિયા આપી છે. કાસવાનના સવાલનો જવાબ આપતાં એક્સ યુઝરે લખ્યું કે પશ્ચિમી ઘાટ કર્ણાટકમાં નાગરહોલ નૅશનલ પાર્ક અને કાબિનીના જંગલમાં. બીજાએ લખ્યું કે ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. કેટલાકે લખ્યું કે પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન. એક જંગલ જેણે બઘીરા અને જંગલ બુકને પ્રેરણા આપી. જોકે ખુદ કાસવાને તેની પોસ્ટ પર કમેન્ટ કરી કે આ અદ્ભુત પ્રાણી ભારતના લગભગ દરેક રાજ્યમાં જોવા મળ્યું છે, જ્યાં દીપડાની વસ્તી હોય.


