Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતા પાસે આવીને નાની છોકરી બોલી, "શાદી કરના હૈ", ના પાડી તો કર્યું આ, જુઓ વીડિયો

પિતા પાસે આવીને નાની છોકરી બોલી, "શાદી કરના હૈ", ના પાડી તો કર્યું આ, જુઓ વીડિયો

08 May, 2021 06:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાળકી પિતા પાસે આવી અને લગ્ન કરાવવાની જિદ્દ કરવા માંડી. જ્યારે તેમણે ના પાડી તો તે જોરજોરથી રડવા માંડી. ઇન્સ્ટાગ્રામ રીલ પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાળકીએ પિતા પાસે એવી વસ્તુ માટે જીદ કરી, જે તે પૂરી નથી કરી શકતા અને તેના પછી બાળકી ચીસો પાડીને રડવા માંડી. સોશિયલ મીડિયા પર વીડિયો છવાયેલો છે. બાળકી પિતા પાસે આવી અને લગ્ન કરાવવા માટે જીદ કરવા માંડી. જ્યારે તેમણે ના પાડી તો તે વધુ જોરથી રડવા માંડી. ઇન્સ્ટાગ્રામ રીલ પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં નાની બાળકી પિતા પાસે આવીને કહે છે, "મને લગ્ન કરવા છે." સાંભળીને પિતા કહે છે, "નહીં, અત્યારે લગ્ન નથી કરવા." તેના પછી બાળકી જોર જોરથી રડવા લાગે છે. તેના પપ્પા કહે છે, "લગ્ન પછી ઘણી મુશ્કેલીઓ થાય છે." બાળકીને સતત રડતી જોઈ પપ્પા કહે છે, "જા મમ્મીને કહી આવ..."



જુઓ વીડિયો


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by P.Rajpurohit (@pareshrajpurohit01)


આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 26 એપ્રિલના શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 2  મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ એક લાખથી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ખૂબ જ ગમી રહ્યો છે.

કોમેન્ટ સેક્શનમાં એક યૂઝરે લખ્યું, "ખૂબ જ ક્યૂટ વીડિયો છે.", તો અન્ય એક યૂઝરે લખ્યું "એકવાર કરાવી દો તેને જાતે સમજાઇ જશે." તો બીજા એક યૂઝરે લખ્યું, "અત્યારે તો ઓછી રડે છે બેટા, લગ્ન પછી આથી વધારે રડવું આવશે."

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 06:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK