દરિયાનું સ્તર વધી રહ્યું હોવાથી આ નાનકડા ટાપુ પર વસતા ૩૦૦ પરિવારોનાં ઘર ખાલી કરાવવામાં આવ્યાં છે
પનામા
નૉર્થ અમેરિકાના પનામામાં આવેલા લગભગ ૩૬૬X૧૭૭ સ્ક્વેર મીટરનો કાર્ટી સુગટુપુ નામનો ટચૂકડો ટાપુ અત્યારે જોખમમાં છે. દરિયાનું સ્તર વધી રહ્યું હોવાથી આ નાનકડા ટાપુ પર વસતા ૩૦૦ પરિવારોનાં ઘર ખાલી કરાવવામાં આવ્યાં છે અને તેમને જમીન પર નવા ઘરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. લગભગ આખી જિંદગી ચોમેર પાણી વચ્ચે જ રહેવા ટેવાયેલા આ લોકો માટે જમીન પર રહેવું હવે મોટો પડકાર બની ગયો છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે પનામાના નાના ટાપુઓ પર એની અસર વર્તાવી શરૂ થઈ ગઈ છે.


