પ્રતીક અરોરા નામના કલાકારે આ તસવીરો બનાવીને ઇન્ટરનેટ પર તોફાન મચાવવાનું માધ્યમ પૂરું પાડ્યું છે
હવામાં તરતી ઇમારતો
હવે આ કહેવું ઘટે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે કલાકારોની કલ્પનાને જાણે નવી પાંખ પૂરી પાડી છે. આજની આધુનિક ટેક્નૉલૉજીએ લોકોને રિયલિસ્ટિક આર્ટવર્ક બનાવીને ઇન્ટરનેટ પર તોફાન મચાવવાનું માધ્યમ પૂરું પાડ્યું છે. આ જ ટ્રેન્ડમાં આગળ વધતાં એક ડિજિટલ ક્રીએટરે વિચાર્યું કે જો મુંબઈની ઇમારતો હવામાં તરતી દેખાય તો? એથી અનોખા આકારની, આધુનિક ઇમારતો મુંબઈના સિટીસ્કેપ પર ઊંચે હવામાં તરતી દર્શાવતી અદ્ભુત છબિ બની હતી.
ADVERTISEMENT
આ અતિવાસ્તવિક છબિઓ શહેરના હાઉસિંગ મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડે છે અને મુંબઈના રિયલ એસ્ટેટ લૅન્ડસ્કેપના અવાસ્તવિક ભાવિની કલ્પના કરે છે. પ્રતીક અરોરા નામના કલાકારે આ તસવીરોને કૅપ્શન આપી હતી, ‘મુંબઈ. મિડ જર્ની ઍપનો ઉપયોગ કરીને આ તસવીર બનાવવામાં આવી છે.’
ઇન્ટરનેટ પર લોકો આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમણે આને કુલ ઓસમ જેવો ટૅગ આપીને આ નવા વિચારને વધાવી લીધો હતો. એક યુઝરે લખ્યું કે એક સામાન્ય માણસ રસ્તા પર ચાલતો હોય અને તેના માથે જાણે વાદળની જેમ ઇમારતો દેખાતી હોય. જોકે કલાકારનો આ વિચાર સાચો પડે તો એ ફ્લૅટ કેટલા મોંઘા હશે એ પણ એક પ્રશ્ન જ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)