Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આર્મી ઑફિસરે રૉયલ એન્ફીલ્ડથી ૧૯,૦૦૦ ફુટ ઊંચા ઉમલિંગ લાની સફર કરી

આર્મી ઑફિસરે રૉયલ એન્ફીલ્ડથી ૧૯,૦૦૦ ફુટ ઊંચા ઉમલિંગ લાની સફર કરી

Published : 24 September, 2025 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૭ વર્ષના રિટાયર્ડ આર્મી ઑફિસરે વિશ્વના હાઇએસ્ટ મોટરેબલ રોડ પર રૉયલ એન્ફીલ્ડથી ૧૯,૦૦૦ ફુટ ઊંચા ઉમલિંગ લાની સફર કરી

૧૦ દિવસમાં તેઓ લેહના ઉમલિંગ લા પાસ પહોંચ્યા હતા

અજબગજબ

૧૦ દિવસમાં તેઓ લેહના ઉમલિંગ લા પાસ પહોંચ્યા હતા


જો હિંમત હોય તો કોઈ પણ સાહસ કરવા માટે ઉંમરના સીમાડાઓ નથી નડતા એ વાત સાકાર કરી છે ૭૭ વર્ષના રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ સોહન રૉયે. તેમણે પોતાની રૉયલ એન્ફીલ્ડ ક્લાસિક બાઇક પર ઉમલિંગ લા પાસની સફર કરી હતી. આ પાસ સુધી પહોંચવા માટેનો રસ્તો વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ છે. આ જગ્યા સમુદ્રથી ૧૯,૦૦૦ ફુટ જેટલી ઊંચી છે. 

સોહન રૉયે ૨૦ ઑગસ્ટે પુણેથી આ મોટરસાઇકલ યાત્રાની શરૂઆત કરી હતી. ૧૦ દિવસમાં તેઓ લેહના ઉમલિંગ લા પાસ પહોંચ્યા હતા. એ દરમ્યાન વચ્ચે ભરપૂર વરસાદ, ભૂસ્ખલન અને ખરાબ નેટવર્કને કારણે રસ્તો ભટકી જવા જેવી અનેક અડચણો આવી. એમ છતાં તેમણે અસંભવ લાગતા આ મિશનને સંભવ કરી બતાવ્યું હતું. તેઓ જમ્મુ, શ્રીનગર, દ્રાસ, કારગિલ, લેહ અને ન્યોમાના પહાડી વિસ્તારોમાંથી પસાર થયા હતા. તેઓ કારગિલ વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રોકાયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK