ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર આ વિડિયો અપલોડ કરી એને ‘સૌથી સસ્તી ટ્રેડમિલ’ની શોધ કરવા માટે નવીનતમ શોધનો ‘અવૉર્ડ’ આપ્યો છે

તાજેતરમાં ટ્વિટર પર એક વિડિયો અપલોડ થયો છે, જેમાં ટ્રેડમિલ પર ચાલતા હોય કે તેજ ગતિએ દોડતા હોય એવા અનુભવ માટે એક વ્યક્તિ કિચન ફ્લોર પર કામચલાઉ ટ્રેડમિલ તૈયાર કરી વર્કઆઉટ કરે છે.
એમ કહેવાય છે કે ‘જરૂરિયાત આવિષ્કારની જનની છે.’ જ્યારે જરૂર પડે તો તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જઈને પણ અવનવી ચીજો તૈયાર કરવાનો ખ્યાલ આવી જ જાય છે. તાજેતરમાં ટ્વિટર પર એક વિડિયો અપલોડ થયો છે, જેમાં ટ્રેડમિલ પર ચાલતા હોય કે તેજ ગતિએ દોડતા હોય એવા અનુભવ માટે એક વ્યક્તિ કિચન ફ્લોર પર કામચલાઉ ટ્રેડમિલ તૈયાર કરી વર્કઆઉટ કરે છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર આ વિડિયો અપલોડ કરી એને ‘સૌથી સસ્તી ટ્રેડમિલ’ની શોધ કરવા માટે નવીનતમ શોધનો ‘અવૉર્ડ’ આપ્યો છે. ક્લિપમાં જોવા મળે છે કે એક યુવક ખુલ્લા પગે કિચનમાં ઊભો છે અને સૌપ્રથમ કિચન ફ્લોર પર થોડો લિક્વિડ સોપ ઢોળી એના પર બેથી ત્રણ છાલક પાણીની મારીને એને આસપાસ પગ વડે ફેલાવી દે છે. ત્યાર બાદ જાણે ટ્રેડમિલ શરૂ કરતો હોય એ રીતે બટન દબાવવાની ઍક્ટિંગ કરી કિચનના સ્લૅબને પકડીને પહેલાં ધીમે-ધીમે ચાલવાની અને ત્યાર બાદ ઝડપ વધારી દોડવાની શરૂઆત કરે છે. તે ટ્રેડમિલ પર સ્પીડ વધારવા બટન દબાવવાની ઍક્ટિંગ પણ કરે છે.