અમેરિકાના ઑર્લેન્ડોમાં સરિસૃપ માટેના થીમ પાર્ક ગેટોરલૅન્ડમાં અત્યંત રૅર વાઇટ લ્યુસિસ્ટિક મગરનો જન્મ થયો છે.
ગેટોરલૅન્ડમાં અત્યંત રૅર વાઇટ લ્યુસિસ્ટિક મગરનો જન્મ થયો
અમેરિકાના ઑર્લેન્ડોમાં સરિસૃપ માટેના થીમ પાર્ક ગેટોરલૅન્ડમાં અત્યંત રૅર વાઇટ લ્યુસિસ્ટિક મગરનો જન્મ થયો છે. આ પહેલાં માત્ર ૭ જ લ્યુસિસ્ટિક મગર વિશે જાણ હતી, જેમાંથી ત્રણ આ પાર્કમાં છે. ગેટોરલૅન્ડના પ્રેસિડન્ટ અને સીઈઓ માર્ક મૅકહ્યુએ કહ્યું હતું કે અત્યંત રૅર બાબત છે. બિલકુલ અસાધારણ બાબત. આ પાર્કે આ મગરનું નામ રાખવા માટે લોકોની મદદ માગી છે.
નોંધપાત્ર છે કે આ રૅર મગર માણસની દેખરેખમાં જન્મેલો આ પ્રકારનો પ્રથમ મગર છે. માર્કે વધુમાં કહ્યું હતું કે ‘અમે ૩૬ વર્ષ પહેલાં લ્યુસિયાનામાં મગરના આવાસની શોધ કરી હતી. એ પછી પહેલી વખત અમારી પાસે રેકૉર્ડ કરવામાં આવેલા એક નક્કર વાઇટ મગરનો જન્મ થયો છે. આ ન્યુબૉર્ન ઝેયાન અને એશલેનું સંતાન છે. એના પોતાના ભાઈ છે, પરંતુ એમનો રંગ સામાન્ય છે.
આ મગરની ત્વચાનો કલર ડાર્ક ન હોવાને કારણે એ સૂર્યપ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. એ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ સહન કરી શકતો નથી.


