Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગિલ્લીદંડા જેવી રમત ડેન્ટી માટે અમેરિકામાં યોજાય છે ચૅમ્પિયનશિપ

ગિલ્લીદંડા જેવી રમત ડેન્ટી માટે અમેરિકામાં યોજાય છે ચૅમ્પિયનશિપ

Published : 19 August, 2026 04:58 PM | IST | Louisville
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની પરંપરાગત ગિલ્લીદંડા જેવી અમેરિકાની ડેન્ટી રમતની વર્લ્ડ ચૅમ્પિયનશિપ કેન્ટકીના લુઇવિલ શહેરમાં યોજાઈ રહી છે. રસ્તાઓ પર રમાતી આ ચૅમ્પિયનશિપ જોવા મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડે છે.

ગિલ્લીદંડા જેવી રમત ડેન્ટી માટે અમેરિકામાં યોજાય છે ચૅમ્પિયનશિપ

ગિલ્લીદંડા જેવી રમત ડેન્ટી માટે અમેરિકામાં યોજાય છે ચૅમ્પિયનશિપ


એક સમયે ભારતના ગામોની સૌથી ફેમસ ગિલ્લીદંડાની રમત આગામી જનરેશનને બહુ આકર્ષી નથી રહી. ગામડાંઓમાં ક્યાંક હજીયે ગિલ્લીદંડાની રમત જીવતી મળે છે. જોકે વિદેશોમાં પરંપરાગત રમતો માટે ચૅમ્પિયનશિપ યોજાય છે. લાકડી વડે લાકડાની એક ચકરીને ફટકારવાની ડેન્ટી તરીકે ઓળખાતી અમેરિકાની ફેમસ રમતની તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે. અમેરિકાના કેન્ટકી રાજ્યના લુઇવિલ શહેરમાં આજકાલ આ રમતનો જુવાળ ફેલાયો છે. દર વર્ષે આ શહેરમાં ડેન્ટી ચૅમ્પિયનશિપ યોજાય છે. એ માટે રસ્તાઓ પર જ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને રસ્તાની બન્ને તરફ હકડેઠઠ દર્શકો જોવા ઊમટી પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 04:58 PM IST | Louisville | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK