જેમ્સ વેબે જુલાઈમાં પહેલી વખત ફોટો શૅર કર્યા હતા જેની વિશ્વભરમાં ઘણી પ્રશંસા થઈ હતી
ચંદ્રા વેધશાળાના ડેટાના આધારે મેળવેલો કૉસ્મિક ક્લિફનો વ્યૂ.
બ્રહ્માંડનાં રહસ્યો જાણવા માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વેધશાળા તેમ જ ટેલિસ્કોપ મૂક્યાં છે. એ આ તમામનો સમન્વય કરે છે. તાજેતરમાં તેમણે ચંદ્રા એક્સ-રે વેધશાળામાંથી મળેલા ડેટા અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો સમન્વય કરીને નવા જ ફોટાગ્રાફ્સ રિલીઝ કર્યા હતા. જેમ્સ વેબે જુલાઈમાં પહેલી વખત ફોટો શૅર કર્યા હતા જેની વિશ્વભરમાં ઘણી પ્રશંસા થઈ હતી. નાસા હંમેશાં પાર્ટનરશિપમાં જ કામ કરવામાં માને છે. જેમ્સ વેબ ટેલિસ્કોપે સ્ટીફન્સ ક્વીટેટ, ધ કાર્ટવ્હીલ ગૅલૅક્સી અને કોરેના નેબ્યુલાના કૉસ્મિક ક્લિફ્સ સહિતના ફોટો પાડ્યા હતા. ચંદ્રા વેધશાળાને બ્રહ્યાંડના અત્યંત ગરમ વિસ્તારોમાંથી ઉત્સર્જન વિશેની માહિતી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે. ચંદ્રાના ડેટા સાથે ઊર્જાની પ્રક્રિયા દેખાય છે, જે જેમ્સ વેબના ઇન્ફ્રારેડ વ્યુમાં દેખાતી નથી. જેમ્સ વેબના ટેલિસ્કોપમાં લાલ અને ઇન્ફ્રારેડ પ્રકાશ પસાર થતો નથી. ચંદ્રાની ડેટા સિસ્ટમમાં ગૅસને લાખો ડિગ્રી સુધી ગરમ થતાં ઉદ્ભવતા શૉક વેવ વિશે પણ માહિતી મળે છે. એક આકાશગંગા અન્યમાંથી અંદાજે ૨ મિલ્યન માઇલ પ્રતિ કલાકની ઝડપે પસાર થાય છે. ચંદ્રા વેધશાળા પૃથ્વીની ઉપર ૧,૩૯,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણ કરે છે.
ADVERTISEMENT
૧૦ કરોડ વર્ષ પહેલાં અન્ય નાની ગૅલૅક્સી સાથે થયેલી અથડામણને કારણે કાર્ટવ્હીલ ગૅલૅક્સી આ પ્રકારના આકાર મેળવે છે.

