Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે વર્ષમાં ભારતમાં શરૂ થઈ જશે ઍર-ટક્સી

બે વર્ષમાં ભારતમાં શરૂ થઈ જશે ઍર-ટક્સી

05 May, 2024 02:15 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં ૨૦૨૬ સુધીમાં ઍર-ટૅક્સીનું સપનું હકીકત બનવા જઈ રહ્યું છે

ઍર-ટૅક્સી

લાઇફમસાલા

ઍર-ટૅક્સી


ભારતમાં ૨૦૨૬ સુધીમાં ઍર-ટૅક્સીનું સપનું હકીકત બનવા જઈ રહ્યું છે. સૌથી પહેલી ઍર-ટૅક્સી દિલ્હીના બિઝનેસ-હબ કનૉટ પ્લેસથી દિલ્હીની ભાગોળે આવેલા ગુરુગ્રામ વચ્ચે ઊડશે. હાલમાં આ બે સ્થળ વચ્ચે કારથી પ્રવાસ કરવામાં એકાદ કલાકનો સમય લાગે છે, પણ ઍર-ટૅક્સીમાં એ ઘટીને માત્ર ૭ મિનિટનો થઈ જશે. આ માટે કૅલિફૉર્નિયાની eVTOL કંપની આર્ચર એવિયેશને ભારતમાં ઇન્ડિગો ઍરલાઇન્સની માલિક કંપની ઇન્ટરગ્લોબ એવિયેશન સાથે જૉઇન્ટ વેન્ચર શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપની રોજ કેટલી ટ્રિપ ઉડાવવી અને એનો ખર્ચ કેવી રીતે ઓછો કરવો એના પર કામગીરી કરી રહી છે. eVTOLએ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઑફ ઍન્ડ લૅન્ડિંગનું શૉર્ટ ફૉર્મ છે. ઍર-ટૅક્સીની આ સફર સસ્તી નહીં હોય, કારણ કે આ કંપની ૭ મિનિટની રાઇડનો ચાર્જ આશરે ૩૦૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખશે, જે હાલના ઉબરના એક તરફના ભાડાની સરખામણીમાં પાંચ ગણી રકમ છે. આ ઍર-ટૅક્સી હેલિકૉપ્ટરની જેમ ઊડશે અને એમ જ ઊતરશે, પણ એ ઇલેક્ટ્રિક હોવાથી પ્રદૂષણ નહીં કરે. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 02:15 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK