Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૧ વર્ષ મહેનત કરીને ૧૩૦૦ સ્ક્વેર ફુટમાં બનાવ્યું આખું ન્યુ યૉર્ક

૨૧ વર્ષ મહેનત કરીને ૧૩૦૦ સ્ક્વેર ફુટમાં બનાવ્યું આખું ન્યુ યૉર્ક

Published : 02 March, 2026 02:50 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આર્ટકર્વ ૨૦૨૬ના ઑગસ્ટ સુધી ન્યુ યૉર્કમાં ૧૨૨૦ ફિફ્થ ઍવન્યુમાં આવેલા મ્યુઝિયમમાં જોવા મળશે

મિનિએચર વર્ઝન

અજબ ગજબ

મિનિએચર વર્ઝન


એક કલાકાર અમેરિકાના ન્યુ યૉર્ક શહેરના એટલા પ્રેમમાં છે કે તેણે આખું શહેર, એની એક-એક ગલી અને ભૌગોલિક મૅચનું મિની વર્ઝન તૈયાર કર્યું છે. કલાકારનું નામ છે જોસેફ મૅકેન. આમ તો જોસેફ ટ્રક-ડ્રાઇવર છે, પરંતુ તેની ડ્રાઇવિંગની કામગીરી દરમ્યાન તેણે શહેરને એટલું ધમરોળ્યું હતું કે હવે એની ગલી-ગલીનો નકશો તેના દિલમાં ઊતરી ગયો છે. આ નકશાના આધારે ૧૩૦૦ સ્ક્વેર ફુટમાં જોસેફે એક એવું ન્યુ યૉર્કનું મૉડલ તૈયાર કર્યું છે જેને જાણે તમે વિમાનમાંથી ઉપરથી ન્યુ યૉર્ક શહેરની સફર કરી રહ્યા હો એવો ભાસ કરાવે છે. એ માટે જોસેફે માત્ર લાકડીનો ઉપયોગ કર્યો છે. શહેરના ચોક્કસ ભાગોમાં જેવી ઇમારતો છે લગભગ હૂબહૂ એવી જ ઇમારતોનું મિનિએચર વર્ઝન લાકડાંમાંથી તૈયાર કર્યું છે. એના પર ઍક્રિલિક પેઇન્ટથી રંગ આપવામાં આવ્યો છે. ન્યુ યૉર્ક શહેરમાં લગભગ ૧૦ લાખથી વધુ બિલ્ડિંગો છે અને જોસેફે આ તમામ બિલ્ડિંગોનું મિની વર્ઝન લાકડાંથી બનાવ્યું છે. આ કામ એટલું લાંબું ચાલ્યું કે તેને આખો પ્રોજેક્ટ પૂરો કરતાં ૨૧ વર્ષ લાગ્યાં હતાં. જોસેફે જ્યારે આ શહેરનું આર્ટવર્ક બનાવવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરમાં ઘણાબધા બદલાવ આવી ગયા છે. જોસેફે એ તમામ બદલાવોની સાથે પોતાના આર્ટવર્કને સતત મૉડિફાય કર્યું હતું. અત્યારે હવે આ જાયન્ટ આર્ટવર્ક જોવું હોય તો ન્યુ યૉર્કના મ્યુઝિયમમાં એને મૂકવામાં આવ્યું છે. ૫૦X૨૭ ફુટના આ મૉડલને ૩૨૦ સેક્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. એમાં ન્યુ યૉર્કની જાણીતી જગ્યાઓથી લઈને પાડોશી શહેરો વેસ્ટચેસ્ટર, લૉન્ગ આઇલૅન્ડ અને ન્યુ જર્સીનો કેટલોક ભાગ પણ બનાવ્યો છે.

આ આર્ટકર્વ ૨૦૨૬ના ઑગસ્ટ સુધી ન્યુ યૉર્કમાં ૧૨૨૦ ફિફ્થ ઍવન્યુમાં આવેલા મ્યુઝિયમમાં જોવા મળશે. આ મ્યુઝિયમ વીકના સાતેસાત દિવસ ચાલુ રહે છે. ૧૮ વર્ષથી નાની વયના લોકો માટે ફ્રી એન્ટ્રી છે અને પુખ્તો માટે એન્ટ્રી-ફી ૨૦૦૦ રૂપિયા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 02:50 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK