એમાં શબ્દોમાં લખેલી રકમ વાંચશો તો અચંબિત થઈ જવાય એવું છે.
વાયરલ તસવીર
સોશ્યલ મીડિયા પર એક ચેકની તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. એમાં શબ્દોમાં લખેલી રકમ વાંચશો તો અચંબિત થઈ જવાય એવું છે. પોસ્ટમાં દાવો થઈ રહ્યો છે કે આ ચેક એક સ્કૂલના પ્રિન્સિપાલે લખ્યો છે. એ વાંચીને થશે કે આ માણસને સ્કૂલનો પ્રિન્સિપાલ કોણે બનાવ્યો હશે? સાતને અંગ્રેજીમાં Saven ૧૦૦ને Harendra અને ૧૦૦૦ એટલે કે થાઉઝન્ડ માટે Thursday સ્પેલિંગ લખ્યો છે. ચેકની કુલ રકમ ૭૬૧૬ રૂપિયાની છે. ચેકમાં સહી કરેલી છે અને એની નીચે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો લાગેલો છે. હિમાચલ પ્રદેશના સિરમોર ગામની એક સ્કૂલની આ વાત છે. @rana_indrajeet નામના અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલી આ તસવીરમાં લખ્યું છે, ‘હિમાચલ પ્રદેશના સિરમોરની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે એ ચેક બનાવ્યો છે. તે બાળકોને શું ભણાવતા હશે?’


