૨૦૧૩માં કેદારનાથમાં આવેલી આફતને કારણે તે નહોતો જઈ શક્યો અને બે વર્ષ કોવિડને કારણે તેણે અમરનાથની યાત્રા નહોતી કરી
આનંદ સિંહ
જયપુરમાં રહેતા આનંદ સિંહના બન્ને પગ ન હોવા છતાં તેણે બારમી વાર અમરનાથની યાત્રા શરૂ કરી છે. ૨૦૦૨માં એક ઍક્સિડન્ટ દરમ્યાન તેના બન્ને પગ જતા રહ્યા હતા. આમ છતાં તેણે હાર નહોતી માની. શિવભક્ત હોવાથી ૨૦૧૦માં તે પહેલી વાર અમરનાથની યાત્રાએ ગયો હતો. આ વર્ષે તેણે બારમી વાર આ યાત્રા શરૂ કરી છે. ૨૦૧૩માં કેદારનાથમાં આવેલી આફતને કારણે તે નહોતો જઈ શક્યો અને બે વર્ષ કોવિડને કારણે તેણે અમરનાથની યાત્રા નહોતી કરી. શરૂઆતનાં ચારથી પાંચ વર્ષ તે હાથ વડે ઉપર જતો હતો, પરંતુ હવે તેને સમસ્યા થઈ રહી હોવાથી તે પાલખીમાં જાય છે.

