Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રીલ બનાવવાના ચક્કરમાં રિવર્સ ગિયરમાં ભૂલથી ઍક્સેલરેટર દાબી દેતાં યુવતી ખીણમાં પડીને મરી ગઈ

રીલ બનાવવાના ચક્કરમાં રિવર્સ ગિયરમાં ભૂલથી ઍક્સેલરેટર દાબી દેતાં યુવતી ખીણમાં પડીને મરી ગઈ

19 June, 2024 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગંભીર ઈજા થતાં યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બચાવ-કર્મચારીઓને યુવતી સુધી પહોંચવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


સોશ્યલ મીડિયા માટે વિડિયો બનાવવાના ચક્કરમાં લોકોએ જીવ ગુમાવવો પડે એવી ઘટના અવારનવાર બને છે. આવી જ એક ઘટના સંભાજીનગરમાં બની હતી જેમાં એક યુવતીની કાર ઊંડી ખીણમાં ગબડી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દરમ્યાન યુવતીનો મિત્ર રીલ બનાવી રહ્યો હતો એટલે સમગ્ર દુર્ઘટના કૅમેરામાં રેકૉર્ડ થઈ ગઈ હતી. આ વિડિયો ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.


મુંબઈથી ૩૪૦ કિલોમીટર દૂર સંભાજીનગરમાં સુલીભંજન દત્તાધામ મંદિર પાસે ૨૩ વર્ષની શ્વેતા દીપક સુરવાસે સોમવારે બપોરે તેના મિત્ર સાથે કારમાં ફરવા ગઈ હતી. આ જગ્યાએ રીલ બનાવવા માટે શ્વેતા પોતે ડ્રાઇવર સીટ પર બેસી ગઈ અને તેણે મિત્ર શિવરાજ મુળેને વિડિયો બનાવવાનું કહ્યું હતું. શ્વેતાએ ગાડી રિવર્સમાં તો લીધી, પણ બ્રેક લગાવવાને બદલે ભૂલથી બૅક ગિયરમાં ઍક્સેલરેટર દબાવી દીધું એટલે કાર ક્રૅશ બૅરિયર તોડીને ૩૦૦ ફુટ ઊંડી ખાઈમાં ગબડી ગઈ હતી. ગંભીર ઈજા થતાં યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બચાવ-કર્મચારીઓને યુવતી સુધી પહોંચવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2024 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK