Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૪ વર્ષનાં સાવકાં દાદીના પ્રેમમાં છે ૪૮ વર્ષનો પૌત્ર

૧૦૪ વર્ષનાં સાવકાં દાદીના પ્રેમમાં છે ૪૮ વર્ષનો પૌત્ર

20 April, 2024 02:43 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને બે-પાંચ મહિના નહીં, પણ છેલ્લાં ૧૧ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. વાત આટલી નથી, માર્ટની ગર્લફ્રેન્ડ હકીકતમાં તેનાં સાવકાં દાદી છે.

માર્ટ સોસન

માર્ટ સોસન


યુરોપિયન દેશ ઇસ્ટોનિયામાં અનોખી લવસ્ટોરી સામે આવી છે. ૪૮ વર્ષનો માર્ટ સોસન નામનો પુરુષ છેલ્લાં ૧૧ વર્ષથી ૧૦૪ વર્ષની મહિલાના ગળાડૂબ પ્રેમમાં છે. બન્ને બે-પાંચ મહિના નહીં, પણ છેલ્લાં ૧૧ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. વાત આટલી નથી, માર્ટની ગર્લફ્રેન્ડ હકીકતમાં તેનાં સાવકાં દાદી છે. માર્ટના દાદાનું નિધન થયા બાદ ઑસ્ટ્રેલિયામાં રહેતાં સાવકાં દાદી એકલાં પડી ગયાં હતાં. એ સમયે માર્ટ સ્ટડી માટે ઑસ્ટ્રેલિયામાં રહેતો હતો. આ દરમ્યાન બન્ને થોડો સમય સાથે રહ્યાં એ વખતે તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. માર્ટ કહે છે કે અમારી વચ્ચે પંચાવન વર્ષનું અંતર છે, પણ એનું કોઈ મહત્ત્વ નથી. બન્ને એકમેક સાથેની અનોખી રિલેશનશિપ વધુ ને વધુ ચાલે એવું ઇચ્છે છે. માર્ટ એમ પણ કહે છે કે શરૂઆતમાં તેને એલફ્રીડ પ્રત્યે સામાન્ય લગાવ હતો પણ બાદમાં તેમના પ્રત્યેની લાગણી વધુ ને વધુ ગાઢ બનતી ગઈ હતી. હવે માર્ટે ઑસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવીને કાયમ માટે પોતાની ગર્લફ્રેન્ડની સાથે સિડનીમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:43 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK